રાજકોટમાં આવતીકાલે 101 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યાં છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. તેમજ આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એક મંચ ઉપર ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશિર્વાદ પાઠવશે.

રાજકોટમાં આવતીકાલે સાગર ફાઉન્ડેશન દ્વારા સવારે 10 વાગે રેસકોર્ષ ગ્રાઉન્ડ ફનવર્લ્ડમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કરાયું છે. જેમાં 101 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશિર્વાદ પાઠવશે. આ પૂર્વે ધર્મ સંમેલનમાં પાટીલ અને રૂપાણી એક મંચ પર જોવા મળ્યા હતા.

આવતીકાલે યોજાનારા સમુહ લગ્નોત્સવમાં ચાર કાર્યક્રમો છે. 101 દીકરીઓના લગ્ન, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રકતતુલા, બ્લડ ડોનેશન કેમ્પ તથા પ્રધાનમંત્રી વિમા યોજના વગેરે યોજાશે. બ્લડ ડોનેશન કેમ્પમાં એક હજારથી વધારે યુવાનો રકતદાન કરે તેવી સંભાવના છે. સમુહ લગ્નોત્સવમાં દીકરીઓને 139 જીવન જરૂરીયાતની સામગ્રીઓ કરીયાવરમાં અપાશે.

