HomeGujaratહવે ફ્લાઈટમાં પણ માણી શકશો ઈન્ટરનેટ સુવિધા,આ કંપનીએ કર્યા મોટા કરાર

હવે ફ્લાઈટમાં પણ માણી શકશો ઈન્ટરનેટ સુવિધા,આ કંપનીએ કર્યા મોટા કરાર

હવે દેશમાં ટુંક સમયમાં વિમાનોમાં પણ ગ્રાહકો ઈન્ટરનેટની જુદી જુદી સર્વિસનો લાભ લઈ શકશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે જ્યારે પણ વિમાની પ્રવાસ ચાલું થાય છે ત્યારે મોબાઈલમાં નેટવર્ક જતુ રહે છે, ફોન પણ એરોપ્લેન મોડ પર જતો રહે છે. પણ હવે એવું નહીં થાય. વિમાનમાં બેસીને પણ ઈન્ટરનેટ સર્વિસને એન્જોય કરી શકાશે.BSNLના ગ્રાહકોને ઈન્ટરનેટ તથા કોલિંગ સેવા મળવા લાગશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ કંપનીએ ભારત સરકારની બ્રિટનની સેટેલાઈટ કંપની ઈનમારસેટ સાથે ખાસ પ્રકારના કરાર કર્યા છે. ભારતીય સીમામાંથી પસાર થતા દરેક ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા પ્રાપ્ય બની રહેશે. સરકારે BSNLને આ માટે જરૂરી એવી મંજુરી આપી છે. આ કંપનીએ ગ્લોબલ એકસપ્રેસ સેટેલાઈટ સેવા માટેનું લાયસન્સ પણ મેળવી લીધું છે. બ્રિટીશ કંપની BSNL વતી આ સેવા પુરી પાડશે. લાંબા સમયથી વિમાનમાં ઈન્ટરનેટ સેવા આપવા માટે ચર્ચાઓ ચાલુ હતી. આ સેવા આપવા માટે અનેક ખાનગી કંપની પણ ઉત્સુક હતી પરંતુ BSNLને સરકારે પ્રાથમીકતા આપી છે. ઉતરપ્રદેશના ગાઝિયાબાદમાં તેનું એક ખાસ ગેટવે સેન્ટર બનશે. ત્યાંથી આ પ્રકારની સેવાનું સંચાલન થશે. ટુંક સમયમાં જ BSNL ખાનગી વિમાની કંપનીઓ સાથે આ અંગે કરાર કરશે. ત્યારબાદ સેવા ઉપલબ્ધ બનાવશે. જો કે આ સેવાના ભાવ સામાન્ય ઈન્ટરનેટ તથા કોલીંગ સેવા કરતા વધુ હશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW