HomeGujaratજામનગરની સોસાયટીમાં બિલ્ડરે કોમનપ્લોટમાંથી 4 ઘેઘુર વૃક્ષ કાપતા રોષ

જામનગરની સોસાયટીમાં બિલ્ડરે કોમનપ્લોટમાંથી 4 ઘેઘુર વૃક્ષ કાપતા રોષ

જામનગર શહેરમાં આવેલી એક સોસાયટીના કોમન પ્લોટમાં બિલ્ડરે 4 મોટા વૃક્ષ કાંપી નાંખતા રહીશોમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ વૃક્ષો વાવવાની સુફીયાણી વાતો કરતી મહાનગરપાલિકા તંત્ર દ્વારા વૃક્ષો બચાવવા માટે કોઈ કામગીરી કરી નથી. આ અંગે રહીશોએ અનેક રજૂઆતો કરી હોય પણ મનપા તંત્ર મુકપ્રેક્ષક બનીને ઉભી રહી હતી.

જામનગર શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં શેરી નંબર 6માં બિલ્ડરે કોમન પ્લોટની બાજુમાં આવેલા પ્લોટમાં મકાન બનાવવા માટે કોમન પ્લોટ અને શેરીમાંના વૃક્ષો આડેધડ કાપી નાખતાં રહેવાસીઓએ જામનગર નગરપાલિકાને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાઈ હોવાનું તેમજ બિલ્ડરે કોઈપણ પ્રકારની મંજૂરી વગર છેદન કર્યું હોવાનું રહીશો જણાવી રહ્યા છે.

નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકાને વિસ્તારના રહેવાસીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, ત્યારે હાલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત બિલ્ડરે પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષોનું છેદન કર્યું હોવાના આક્ષેપો રહીશો દ્વારા કરાયા છે. ત્યારે રહેવાસીઓ દ્વારા ફોટોગ્રાફ સહિતના અનેક પુરાવાઓ નગરપાલિકાને આપવામાં આવ્યા છે તો પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાપેટનું પાણી હલતું નથી. તેમજ બિલ્ડરોને વૃક્ષો કાપવાની જાણે પરવાનગી મળી ગઈ હોય તેવી રીતે વિસ્તારમાં શેરી અને કોમન પ્લોટમાં વૃક્ષો કાપી નાખ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW