HomeGujaratમોંઘવારીના ડામઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો,LPG ગેસમાં રૂ.50 વધ્યા

મોંઘવારીના ડામઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો,LPG ગેસમાં રૂ.50 વધ્યા

આખરે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ અને પ્રજા માટે પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો ઝીંકી દેવાયો. મોંઘવારીમાં પીસાતી પ્રજા પર વધુ એક ડામ લાગી ગયો છે. ગુજરાત એસો.ના જણાવ્યા અનુસાર પેટ્રોલમાં પ્રતિ લિટર 79 પૈસા અને ડીઝલમાં 85 પૈસાનો વધારો થવાના એંઘાણ થશે. કુલ 138 દિવસ બાદ ફરી પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારે ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની જથ્થાબંધ ખરીદી કરતા લોકોને પણ મોટો ફટકો પડ્યો છે.

ડીઝલના જથ્થાબંધ વેચાણમાં રૂ.25નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. બલ્કનો એટલે જથ્થાબંધ એટલે કે, પેટ્રોલ અને ડીઝલ જથ્થાબંધ ખરીદી કરનારા લોકો. તેલ કંપનીએઓએ આ ખરીદી કરનારા લોકોને માટે પ્રતિ લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ 25 રૂપિયા સુધી વધારી દીધા છે. હકીકતમાં આ એવા લોકો હોય છે જે તેલ કંપનીઓ પાસેથી ટેંકરમાં ભરીને ખરીદી કરે છે.
આ જથ્થાબંધ ખરીદદાર એ લોકો હોય છે, જે તેલ કંપનીઓથી ટેંકર ભરી ભરીને તેલ ખરીદે છે. એમ સમજો કે, કોઈ ફેક્ટ્રી માલિક તેલ કંપનીઓ પાસેથી ટેન્કર ભરીને તેલ ખરીદે છે. એક બાજુ જથ્થાબંધ તેલના ભાવમાં વધારો થયો તો બીજી તરફ છૂટક તેલના ભાવ 135 દિવસથી સ્થિર છે. એમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો. જથ્થાબંધ ભાવમાં વધારો થવા પાછળનું કારણ રુસ-યુક્રેન યુદ્ધ મનાય છે. જથ્થાબંધ હોય કે છૂટક ક્રુડ ઓઈલ મોટાભાગનું બહાથી એટલે ભારત સિવાયના દેશમાંથી આવે છે. તો પછી છૂટક ક્રુડમાં કેમ કોઈ ભાવ વધારો નહીં? આનો જવાબ એ છે કે, સરકાર વધી રહેલી ક્રુડ ઓઈલની કિંમતનો આર્થિક ભાર સામાન્ય પ્રજા પર નાંખવા માંગતી નથી. જથ્થબંધ ક્રુડની ખરીદી કરનારાઓના એકમ મોટા હોય છે જેમ કે, કારખાનાવાળા, એરપોર્ટ સ્ટેશન, બેસ ડેપો, પરિવહન એજન્સીઓ, મોલ વગેરે. આ તમામ લોકોને ક્રુડના વધારે ભાવ ચૂકવવા પડશે. પણ એની સીધી અસર પર પડવાની તો ગ્રાહકો પર જ છે. કારણ કે, આ તમામનો ઉપયોગ સામાન્ય પ્રજા કરશે તો એ થયેલા ભાવ વધારાનો માર આ એકમ માલિકો ગ્રાહકો પર થોપી દેશે.


માર્કેટના એક સૂત્રએ જણાવ્યું કે આની સીધી અસર સામાન્ય લોકો પર જોવા મળશે. મોંઘા ભાવે ખરીદેલા ટેન્કર કે સ્ટોકથી કામ ચાલશે પણ ઉત્પાદનની કિંમત વધારી દેવાશે. જ્યારે એ માર્કેટ સુધી પહોંચશે ત્યારે એના ભાવમાં વધારો થવાનું પ્રમાણ નક્કી છે. સામાન્ય રીતે મોટાભાગની કંપનીઓ કાચામાલ તથા ઑપરેટિંગ ખર્ચમાં વધારાને લીધે એમનું ઉત્પાદન મોંઘુ કરી દે છે. જો શાકભાજીનું પરિવહન ટ્રકથી કરવામાં આવે અને ટ્રકનું પેટ્રોલ કે ડીઝલ મોંઘું ખરીદ્યું હોય તો પરિવહન ખર્ચ વધી જાય છે. અંતે શાકભાજીના ભાવ પણ વધશે. જોકે, હકીકત એવી પણ છે કે, જ્યારે ડીઝલમાં ભાવ ઘટાડો થાય ત્યારે એની સાથે રહેલી કોમોડિટીના ભાવ ઘટતા નથી. ડીઝલના ભાવ ઘટે ત્યારે દૂધના ભાવ ઘટતા નથી. એ સમયે માલિકો અને સહકારી સોસાયટીઓ અન્ય કોસ્ટ દેખાડીને ભાવ યથાવત રાખે છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલનો નવો ભાવ રૂ.96 અને ડીઝલનો ભાવ રૂ. 89.12 સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પેટ્રોલનો નવો ભાવ રૂ.89.74પર રહ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ 88.89 રૂ. રહ્યો છ


પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ હવે ઘરેલુ રાંધણ ગેસ (અથવા LPG)ના ભાવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. પીટીઆઈ અનુસાર, એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે તમારે એક સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. દિલ્હી અને મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા હશે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 976 સુધી પહોંચી જશે. તે જ સમયે, ચેન્નાઈમાં રાંધણ ગેસ માટે 965.50 રૂપિયા અને લખનૌમાં 987.50 રૂપિયા ચૂકવવા પડશે. આ પહેલા તા.6 ઓક્ટોબર 2021ના રોજ ઘરેલુ એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હી
પેટ્રોલ – 96.21 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ – 87.47 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈ
પેટ્રોલ – 110.82 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ – રૂ. 95.00 પ્રતિ લીટર

ચેન્નાઈ
પેટ્રોલ – 102.16 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ – રૂ. 92.19 પ્રતિ લીટર

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW