પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના શ્યોપુરમાં તા. 17 માર્ચના રોજ એક આદિવાસી સગીરા સાથે કેટલાક હવસખોરોએ સામુહિક કુકર્મ કર્યું હતું. જેમાં ત્રણ આરોપીઓ સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ વિભાગે આરોપીઓની ગેરકાયદેસર જમીન પર તૈયાર થયેલા મકાન પર અને પાક પર બુલ્ડોઝર ફેરવી દીધું છે. આવું પગલું ભરીને પોલીસે આરોપીઓને પાઠ ભણાવ્યો છે. જે આરોપીઓના મકાન તોડી પડાયા છે એનું નામ મોહસિન, રિયાઝ અને સહબાઝ છે.
શ્યોપુરના બાલાપુર વિસ્તારમાં રવિવારની સવારે પોલીસ, રેવન્યૂ અને નગરપાલિકા વિભાગે જેવું બુલડોઝર ફેરવવાનું ચાલું કર્યું ત્યાં તો સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામં લોકો પણ એકઠા થઈ ગયા હતા. બે કલાકમાં આરોપીઓના મકાન પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. JCB મશીનની મદદથી દિવાલથી લઈને અન્ય સામગ્રી પણ તોડી પાડવામાં આવી હતી. આ પછી તંત્રએ પોલીટેકનિક કૉલેજ પાસે આરોપીની 2 વીધા જમીન પર ઘઉંનો પાક વેરવિખેર કરી નાંખ્યો હતો. આસપાસના સ્થાનિકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આદિવાસી સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બાદ આખા વિસ્તારમાં લોકોનો રોષ સાતમા આસમાને હતો. લોકોમાં પણ એક પ્રકારનો આક્રોશ હતો. લોકો ઉત્તર પ્રદેશની જેમ આરોપીઓના ઘર પર બુલ્ડોઝર ફેરવી દેવાની માંગ કરી રહ્યા હતા. એવામાં તંત્રએ આ કામની ગ્રીન સિગ્નલ આપી દેતા ત્રણેય આરોપીઓના મકાનને જમીનદોસ્ત કરી દેવાયા હતા. સગીરા પોતાના મિત્રો સાથે જંગલમાં આંટો મારવા માટે ગઈ હતી. એ સમયે આ ત્રણેય હવસખોર ત્યાં પહોંચી ગયા હતા. પછી એક પછી એક એમ ત્રણેયે પોતાની હવસભૂખ સંતોષીને દીકરીને પીંખી નાંખી હતી. પછી એ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવાના શરૂ કર્યા છે. સગીરા જ્યારે પોતાના ગામેથી સંબંધીના ઘરે જઈ રહી હતી ત્યારે જંગલમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. રસ્તામાં એના મિત્રો મળી જતા જંગલમાં આંટો મારવા ગયા હતા. મોહસીન, રિયાઝ અને સહબાઝ ત્યાં પહોંચ્યા અને સગીરા સાથે જબરદસ્તી કરવા લાગ્યા હતા. મિત્રો ત્યાંથી ડરીને નાસી ગયા બાદ ત્રણેયે કુકર્મ આચર્યું હતું.

