HomeGujaratCentral Gujaratપાટીદાર કેસઃ અ'વાદના કૃષ્ણનગરમાં નોંધાયેલા બે કેસ પાછા ખેંચવામાં આવ્યા

પાટીદાર કેસઃ અ’વાદના કૃષ્ણનગરમાં નોંધાયેલા બે કેસ પાછા ખેંચવામાં આવ્યા

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેના કારણે પાટીદાર સમાજમાં ખુશીની લાગણી છે. અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા 10 કેસને પાછા ખેંચવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કેસ પરત ખેંચ્યા છે. હાર્દિક પટેલ સામેના બે કેસનો પણ એમાં સમાવેશ થાય છે. અમદાવાદના કૃષ્ણનગરમાં નોંધાયેલા બે કેસ પરત ખેંચવામાં આવ્યા છે. નારોલ, રામોલ, બાપુનગર ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા કેસ પણ પરત ખેંચવામાં આવ્યા છે.

હાલમાં સેશન કોર્ટમાં માત્ર એક જ હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહનો કેસ પેન્ડિગ છે. બાકીના દસ કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લીધા છે. હાર્દિક પટેલ સામે જે બે કેસ થયા હતા એ પણ પાછા ખેંચવાની કામગીરી ચાલું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોને લઈને રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય છે. જે પ્રમાણે ડેડલાઈન આપવામાં આવી હતી. એ પ્રમાણે કામગીરી થઈ છે. અનામત આંદોલન વખતે જે રીતે કેસ થયા છે એ કેસ પાછા ખેંચવાની પાટીદાર સમાજની માંગણી હતી. આ માંગ રાજ્ય સરકારે સ્વીકાર હોય એવી વિગત સામે આવી છે. અમદાવાદ શહેરમાં જે કેસ નોંધાયા હતા એમાં કુલ સાત કેસ થયા હતા. જેમાના ચાર સેશન્સ કોર્ટ અને ત્રણ મેટ્રો કોર્ટના કેસ હતા. આ અંગે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, આજે જે લીસ્ટ બહાર પાડ્યું છે. એમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં કેસ વિડ્રો કરવામાં આવ્યા છે. એના પુરતું આ લીસ્ટ છે. જેમાં કુલ સાત કેસ હતા. બીજા જે ત્રણ કેસ છે. જેમાંથી એક બહેરામપુરા, નવરંગપુરા અને એક સાબરમતીનો છે. આ કેસમાં પણ વિડ્રો કરવાની અરજી હતી. એ ચાલું છે. એ પછીના એક કેસમાં હાર્દિક પટેલ પણ આરોપી છે. જે રામોલ પોલીસ સ્ટેશનનો કેસ હતો. જેની તા.15મીએ સુનાવણી છે.

આ જે કેસ છે એ વિડ્રો કરવાના જે કેસ હતા એમાંના કેસ છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદે હતા ત્યારે જે લીસ્ટ હતું એ પછીનું કોઈ નવું લીસ્ટ તૈયાર થયું નથી. એ પ્રકારની કોઈ કાર્યવાહી પણ નથી. અત્યારે સરકારની કામગીરીથી સંતુષ્ટ છીએ પણ સંપૂર્ણ કેસ પાછ ખેંચાશે ત્યારે વધું આનંદ આવશે. જે રીતે હાર્દિક પટેલે અલ્ટિમેટમ આપ્યું હતું એને લઈને હવે એક બેઠક યોજીને વિચારણા કરીને નિર્ણય લેવાશે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી સરકાર એકને એક વાત કરી રહી છે સરકાર સાથે વાતચીત કરીને જે યાદી આપવામાં આવી હતી. જે કેસ પાછા ખેંચવાના બાકી છે. એમાંથી કોઈ કેસનો આ લીસ્ટમાં ઉકેલ આવ્યો નથી. અત્યારે જે બે કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. એ તો ક્યારના વર્ષ 2017ની યાદીમાં પેન્ડિગ હતા. જે હવે સરકારે કહ્યા અનુસાર પાછા ખેંચાયા છે. સરકાર મોડી તો મોડી પણ કેસ પાછા ખેચવાની કામગીરીમાં આગળ તો વધી જ રહી છે. અમે પણ ઈચ્છીએ છીએ કે, ઝડપથી આનો ઉકેલ આવે. સરકાર પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચે. જે કેસની યાદી હજુ બાકી છે એની કાર્યવાહી નહીં થાય તો જે કંઈ વિરોધ છે એ યથાવત રહેશે. સરકાર પહેલ કરે તો હજુ થોડો સમય આપીશું. વાતચીતનો સિલસિલો યથાવત રાખીશું. અમને આશા છે કે, સરકાર પોતાના વાયદા પર કાયમ રહેશે અને કેસ પાછા ખેંચશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW