ગુજરાતમાં ડૂબી રહેલી કોંગ્રેસની નૈયાને ફરી વહેતી કરવા માટે નરેશ પટેલ કોઈ મોટું રાજકીય પગલું ભરી શકે છે. એટલે કે ગુજરાત કોંગ્રેસમાં નરેશ પટેલ એન્ટ્રી કરી શકે છે. હોળીના તહેવાર બાદ સૌરાષ્ટ્રમાંથી રાજકીય રંગ જોવા મળશે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પોલિટિકલ સમીકરણ બંધાઈ રહ્યા છે. ખાસ કરીને પાટીદાર અગ્રણી નરેશ પટેલ પર સૌની નજર છે ત્યારે વાવડ એવા મળ્યા છે કે, વિવિધ પક્ષો તરફથી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણના મામલે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં આવવા માટે ઓફર કરી છે. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાતને પણ રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ મુદ્દે નરેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમાજ મને આદેશ કરશે તો રાજકારણ અંગે હું સમાજને પૂછીને નિર્ણય કરીશ. જોકે, તેઓ હાર્દિક પટેલે પણ આ મામલે વાતચીત કરી હતી. કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા કદાચ તૈયાર થઈ ચૂકી છે. જેથી હોળી પછી રાજકીય રંગ બદલવાના એંધાણ છે. ભાજપના પાટીદાર કાર્ડને નબળું કરવા માટે કોંગ્રેસમાં આવીને નરેશ પટેલ કોઈ મોટો દાવ રમી શકે એમ છે. પણ CMના ચહેરા તરીકે જાહેર કરે તો પણ નવાઈ નહીં.

પાટીદાર અનામત આંદોલનના કેસઃ
આ સાથે પાટીદાર અનામત આંદોલનના કેસને લઈ કોઈ વળાંક જોવા મળી શકે છે. જ્યાં સરકાર કેસ પરત ખેંચવાની કાર્યવાહી વેગીલી બનાવી જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સથી કેસની વિગત માંગી છે. જોકે, ક્લેકટર કરેલી આ પ્રક્રિયાને લઈ કોઈ ફેરફાર થાય એમ છે. પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવાની માંગ છેલ્લા 4 મહિનાથી પાસ અને પાટીદાર ધાર્મિક સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામની સરકાર પાસેકરી હતી. વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં આ પગલું ભરાઈ આ કેસ પરત ખેંચાશે તેવી શક્યતા છે. તેના પર રાજકીય અને સામાજિક આગેવાનો મીટ માંડીને બેઠા છે. જોકે, આ પહેલા હાર્દિક પટેલે સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરવાની તૈયારી બતાવી હતી.

મનહર પટેલે એક ટ્વીટ કરીને માંગ કરી છે
કોંગ્રેસના જ નેતા મનહર પટેલે એક ટ્વીટ કરીને એવી માંગ કરી છે કે, કોંગ્રેસમાં નરેશ પટેલ કયારે જોડાવાના છે તેની તારીખ હાઈકમાન્ડ જાહેર કરે. એટલે આના પરથી એ કહી શકાય કે તેઓ કોંગ્રેસમાં એન્ટ્રી લઈ શકે છે. જેનાથી કોંગ્રેસની ડૂબતી નૈયા બચી જશે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આગાવ કહ્યું કે, કોંગ્રેસમાં નરેશ પટેલને લાવવાની કવાયત ચાલું છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર મત ભેગા કરવા અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. નરેશ પટેલ મૂળ કોંગ્રેસી વિચાર ધારા ધરાવે છે. તેમના દીકરાએ અગાઉ પણ કોંગ્રેસના MLA માટે જાહેરમાં પ્રચાર કર્યો હતો.

સમર્થન
નરેશ પટેલેને વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંનું એલાન કર્યું હતું. બીજી તરફ એના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી સમર્થન કરતા રાજકીય મુ્દો ઉમેરાયો હતો. જેમાં પછી તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે. એવું જણાવી રાજકારણ કર્યું જ હતું. 2019ની લોકસભા ચૂંટણી જાહેર થતાં જ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે બાદમાં નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસમાં ચૂંટણી લડાવવાની તૈયારીઓ થઈ હતી.

