HomeGujaratમાળીયામાં તસ્કરો PGVCLનો રૂ 2.04 લાખનો વાયર ચોરી ગયા

માળીયામાં તસ્કરો PGVCLનો રૂ 2.04 લાખનો વાયર ચોરી ગયા

મોરબી જિલ્લામાં ઘરફોડી મંદિરમાં ચોરી વાહન ચોરી જેવા બનાવ તો અવાર નવાર બને છે જોકે હવે સરકારી કંપનીના વાયર પણ ચોરી કરતી ગેંગ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગત તા 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન કોઈ પણ વખતે માળિયા મિયાણા તાલુકાના સોનગઢથી રાયસંગપરના પાટિયા સુધીનો 1.5 કિમી વિસ્તારમાં પાથરવાનો 33ના ગાળાનો રૂ 2.04 લાખની કીમતનો કુલ 4635 મીટર વાયર ટોળકી ચોરી કરી લઇ ગઈ હતી. આ અંગે પીજીવીસીએલની ટીમને જાણ થતા તેઓ પણ દોડતા થઇ ગયા હતા અને વાયર પરત મેળવવા અલગ અલગ દિશામાં તપાસ કરી હતી જોકે કોઈ કડી ન મળતા અંતે માળિયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW