મોરબી તાલુકાના ખાનપરગામની સીમમાં આવેલ વાદીલાની વાડીમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા નિલેશભાઇ બચુભાઇ અઘારા, મુકેશભાઇ લક્ષ્મણભાઇ કલોલા, જયંતિલાલ મગનભાઇ જાકાસણીયા, વિપુલભાઇ સવજીભાઇ ઘોડાસરા દુર્લભજીભાઇ મહાદેવભાઇ ઘોડાસરા, ભરતભાઇ કેશવજીભાઇ જીવાણી માણંદભાઇ ભુરાભાઇ સવસેટા વિક્રમભાઇ દેવજીભાઇ પરમાર અબ્બાસભાઇ અલ્લારખાભાઇ કુરેશીને ઝડપી લીધા હતા જયારેકિશોરભાઇ રૂગ્નાથભાઇ જીવાણી, ઇભુભાઇ ગુલાબભાઇ ચૌહાણ નામના શખ્સ ફરાર થઇ ગયા હતા.પોલીસે ઘટના સ્થળ પરથી 64 હજાર રોકડ અને 4 બાઈક મળી કુલ 1.24 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

