થોડા દિવસ પહેલા રાજકોટમાં આવેલા હાર્વે ક્લબમાં બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં કોર્પોરેશનના નાયબ કમિશનર એ.આર.સિંઘને હાથમાં ફેંક્ચર થતા એમને સારવાર હેતું સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લા ક્લેક્ટર અરૂણ મહેશ બાબુ પણ એમની ખબર પૂછવા માટે પહોંચ્યા હતા. એ સમયે મહિલા તબીબ ડૉ. હેમલતા એમને ઓળખી શક્યા ન હતા. આ તબીબે ક્લેક્ટરને કેસ કાઢવાનું કહી દીધું હતું.
એ પછી ક્લેક્ટરે IAS ઓફિસર તરીકે રોફ જમાવી પોતાનો અહમ સંતોષવા ડૉ હેમલતાની રાતોરાત ભૂજ બદલી કરાવી નાંખી હતી. પણ પછી ક્લેક્ટરની મનમાની ન ચાલી. રાતોરાત મહિલાની કરાયેલી બદલીને રદ્દ કરી દેવામાં આવી છે. આ બદલી પાછળ મહિલા તબીબનો એટલો વાંક હતો કે, તેઓ ક્લેક્ટરને ઓળખી શક્યા નહીં. જોકે, મહિલા તબીબ ડૉ. હેમલતાએ પોતાની ફરજ અદા કરી હતી. ઓફિસર હોય કે સામાન્ય વ્યક્તિ તબીબ માટે તો બધાય સરખા. ક્લેક્ટરે મહિલા તબીબને એમની ફરજ હેતું પ્રોત્સાહિત કરવાના બદલે અહમ ઘવાતા રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી. આ મહિલા તબિબની ભૂજમાં બદલી કરી દેવાઈ હતી. સામાન્ય લોકોને કેવી અને કેટલી હાલાકી ભોગવવી પડે છે એનો અનુભવ કરવાનો ચાન્સ હતો. પણ ક્લેક્ટર પોતે IAS છે અને તે શા માટે લાઈનમાં ઊભા રહે એવો અહમ આવી જતા તબીબની બદલી કરી દેવામાં આવી એવી લોકોમાં હાલ ચર્ચા છે. પણ જ્યારે આ મુદ્દો ધ્યાને આવ્યો ત્યારે સમગ્ર કેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

આ મહિલાએ પોતાની સારી ફરજ અદા કરી છે. એને પ્રોત્સાહન મળવું જોઈએ. એવી લોકો માંગ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ હોય કે, અન્ય સરકારી કચેરી. નિયમ બધા માટે સરખા હોય છે. એ નિયમ પછી સામાન્ય લોકો માટે હોય કે સરકારના કોઈ મોટા અધિકારી માટે. સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી ડૉ.આર.એસ.ત્રિવેદીએ આ મામલે જણાવ્યું હતું કે, ભુજમાં જગ્યા નથી એટલે હાલમાં આ બદલી અટકાવી દેવામાં આવી છે. પણ પ્રશ્ન થાય છે કે, શું ચાર દિવસમાં ભૂજમાં ખાલી રહેલી જગ્યા શું રાતોરાત ભરાઈ ગઈ? કે પછી તબીબ મહિલાની બદલીને દબાવી દેવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.? થોડા દિવસ પહેલા શહેરની હાર્વે ક્લબ આયોજીત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ, કોર્પોરેશનના નાયબ કમિશનર એ.આર. સિંઘ અને તેમની સામે ઇન્કમ ટેક્સના અધિકારી અને બેડમિન્ટન કોચ ટુર્નામેન્ટ રમી રહ્યા હતા. આ સમયે નાયબ કમિશનર સિંઘ એકાએક પડી જતા તેને ડાબા હાથમાં સોજો આવી ગયો હતો. તેથી કલેક્ટર અરૂણ મહેશ બાબુ તેઓને પોતાની કારમાં યુદ્ધના ધોરણે એમને સારવાર માટે સિવિલ પહોંચ્યા હતા. પરંતુ સિવિલના આ ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના મહિલા તબીબ હેમા અને સ્ટાફ મેમ્બરોએ પહેલા કેસ કઢાવી આવવાની વાત કરી. કારણ કે, તેઓ આ બંને અધિકારીઓને ઓળખી શક્યા નહીં. પછી કર્મચારીઓએ બહાર પડેલી ક્લેક્ટરની કાર જોતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પછી અધિકારી સિંઘને પ્રાથમિક સારવાર આપી એમના ઘરે ઊતારી દેવામાં આવ્યા.

