HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ મહિલા દિવસ નિમિતે શક્તિ વંદના રેલીનું આયોજન કરશે

યંગ ઇન્ડિયા ગ્રુપ મહિલા દિવસ નિમિતે શક્તિ વંદના રેલીનું આયોજન કરશે

મોટાભાગની સ્ત્રીઓ સ્વાવલંબી બની દરેક ક્ષેત્રમાં પુરુષોની હરોળમાં આવી ચુકી છે. ઘર હોય કે ઓફીસ દરેક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર પ્રત્યેક નારી શક્તિને બિરદાવવાનો 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અમૂલ્ય અવસર છે. મોરબીમાં દરેક પર્વની પ્રેરણાદાયી ઉજવણી માટે જાણીતું યંગ ઇન્ડિયા ગ્રુપ મહિલા દિનની પણ યાદગાર ઉજવણી કરવા જઈ રહ્યું છે.યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વિંગ દ્વારા આગામી 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નારી શક્તિની ભાવવંદના કરવા અને સ્ત્રી શક્તિનો અવતાર ગણાતી નારીનું સ્વમાન જળવાઈ રહે અને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે માટે પ્રોત્સાહિત કરવા માટે આ ઉમદા પહેલ કરાઈ છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા 8 માર્ચે મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે 8 માર્ચ, મંગળવારે, સાંજે 4.30 વાગ્યે, સ્કાય મોલ, શનાળા રોડ ખાતેથી મહિલાઓની ભવ્ય “શક્તિ વંદના” રેલી યોજાશે. જે શહેરના રાજમાર્ગો પર ફરી ટાઉનહોલ, મોરબી નગરપાલિકા કચેરી ખાતે પોહચશે. આ રેલીમાં જીપ, કાર, બુલેટ, બાઈક, સ્કૂટર સાથે મોટી સંખ્યા મહિલાઓ જોડાશે. તેમજ રેલીમાં સ્ત્રી શક્તિના પાત્રોની વેશભૂષા સાથે પણ બાળાઓ અને મહિલાઓ જોડાશે.

રેલી બાદ ટાઉનહોલ ખાતે સાંજે 5.30થી 7.00 વાગ્યા સુધી મહિલાઓ માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહિલા જાગૃતિ વિષયો પર તાજજ્ઞોનું વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે. યંગ ઇન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસ નિમેત્તે યોજાનાર શક્તિ વંદના રેલીમાં તેમજ રેલી બાદના ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં તમામ મહિલાઓને જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. શક્તિ વંદના રેલીમાં કાર, બાઈક સાથે જોડાવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ તેમજ આ રેલીમાં વેશભૂષા સાથે પોતાની બાળાઓ અને પરિવારની મહિલાઓને ભાગ લેવા માટે તેમજ વધુ વિગત માટે નીચેના સભ્યોનો સંપર્ક કરવા વિનંતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW