આજના સમય યુવાન નાની બાબતમાં નાસીપાસ થઇ જતા હોય છે અને પોતાની પાસે જે નથી તેનો અફસોસ કરતા હોય છે.જોકે દુનિયાના એવા ઓછા ઉદાહરણ સામે આવતા હોય છે જેમની પાસે સામાન્ય ,માણસની જેમ પૂરતા અંગ પણ નથી હોતા તેમ છતાં તમામથી અલગ પોતાની ઓળખ બનાવતા હોય છે. મોરબીના આવા જ એક યુવાન દ્વારા તૈયાર કરાયેલ પેઈન્ટીગ લોકોને પોતાની તરફ આકર્ષી રહી છે મોરબીના મહેશભાઈ ગાંગડીયા નો 22 વર્ષનો પુત્ર જય ગાંગડીયા સેરેબલ પોલસી નામની ગંભીર બીમારીથી પીડાઈ છે શરીરમાં 80 ટકા દિવ્યાંગતા હોવા છતાં તેનો ચહેરો હમેશા હસતો જોવા મળે છે. આ યુવાન દ્વારા તૈયાર કરાયેલ પેઈન્ટીગ સમાન્ય માણસ ને પણ તેની પેઈન્ટીગ જોવા ઘડી ભર થંભાવી દે તે છે મોરબીના સત્ય આર્ટ ગેલેરી દ્વારા જયની પેઈન્ટીગ લોકો સુધી પહોચાડવા સત્ય આર્ટ ગેલેરી (નવજીવન ટ્રસ્ટ )ગુજરાત વિદ્યાપીઠ ની પાછળ આશ્રમ રોડ અમદાવાદ ખાતે તા એક્ઝિબિશન રાખવામાં આવેલ છે. આ એકજીબિશનનું 5 ના સાંજે 5 વાગે રોજ ડોક્ટર ભૂષણ પૂનાની (જનરલ સેક્રેટરી બ્લાઇન્ડ પીપલ એસોસિએશન તથા રાજેશભાઈ બારૈયા (પ્રોફેસર શેઠ સી એન ફાઈન આર્ટસ કોલેજ) દ્વારા ઉદઘાટન કરવામાં આવશે .6 માર્ચ થી બપોરે 12 થી સાંજે 9 સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે .આ એક્ઝિબિશન 13/03/2022 સુધી ખુલ્લું રહેશે.

