યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર દેશમાં વાતાવરણ ભયજનક બની ગયું છે અને તેમાં સ્થાનિક નાગરિકોને સાથે વિદેશોમાં અભ્યાસ તેમજ અન્ય વ્યવસાય માટે ગયેલા નાગરિકો પણ મોટી સંખ્યા ફસાયા છે ભારતના પણ હજારો વિધાર્થી ફસાયા છે જેને ભારત સરકાર પરત લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે યુક્રેનના માઈકોલાઈવ સીટીમાં મોરબીથી અભ્યાસ અંતે ગયેલ વિધાર્થીની ફસાઈ હોવાની માહિતી સામે આવી રહી છે.

આ વિધાર્થીની અન્ય 10 જેટલા ભારતીય વિધાર્થીઓના ગ્રુપ સાથે હાલ ફસાયેલી છે તેઓના જણાવ્યા મુજબ તેમને ભારત સરકાર દ્વારા જે ફ્લાઈટમાં પરત લાવવાના હતા તે ફ્લાઈટ એરપોર્ટ પર પહોચે તે પહેલા જ રશિયન સેના એરપોર્ટ પર હુમલો કરી દીધો છે જેના કારણે હાલ તેઓ માઈકોલાઈવ સિટીમાં જ ફસાઈ ગયા છે તેમણે પોતાના પિતા સાથે ફોનમાં વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું.રશિયન સેના તેમના શહેરમાં છે અને સિવિલ લોકો પર કોઈ પણ પ્રકારની જાન હાની નથી કરી રહી ડર માત્ર હવાઈ હુમલાનો રહે છે તેમણે ભારત સરકારને વહેલી તકે પરત લાવવા માંગણી કરવામાં આવી રહી છે

