HomeGujaratહેરાફેરીઃ રાજકોટની ફેક્ટરીમાં હથિયારના પાર્ટ્સ બનાવી યમન મોકલી દીધા,ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

હેરાફેરીઃ રાજકોટની ફેક્ટરીમાં હથિયારના પાર્ટ્સ બનાવી યમન મોકલી દીધા,ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

સામાન્ય રીતે હથિયારોની હેરાફેરનો મુદ્દો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. પણ જ્યારે પણ આવો કેસ સામે આવે છે ત્યારે રૂંવાડા ઊભા થઈ જાય એવી હકીકત સામે આવે છે. યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં હથિયારોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. આ હથિયારોના પાર્ટસ રાજકોટથી યમન પહોંચ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હથિયારની હેરાફેરીમાં રાજકોટ ક્નેક્શન સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

હથિયારોમાં અનેક પાર્ટની જરૂર હોય છે. તે પાર્ટ ગુજરાતના મહાનગર અમદાવાદ તૈયાર થતા હતા. પોલીસે આ રેકેટ પોલીસે પકડયું પણ ખરેખર તો યમનમાં બેઠેલા ભેજાબાજે રાજકોટમાંથી AK 47 અને AK 56ના પાર્ટ તૈયાર કરાવી લીધા હતા. જે પછી કુરિયર મારફતે યમન પહોંચી ગયા હતા. જે કુરિયર કંપની મારફતે રાયફલના પાર્ટ વિદેશ મોકલ્યા તેના નામ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજકોટની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં બનેલા પાર્ટમાં હથિયારમાં ઉપયોગમાં લેવાયા હતા. રાજકોટમાં બનેલા પાર્ટ્સની સફળતા મળ્યા બાદ અમદાવાદમાં પાર્ટ બનવા લાગ્યા હતા. હથિયારનું સર્વિસ સેન્ટર યમનમાં રીતસરનું ચાલે છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં અબ્દુલઅજીજ યાડ્યા મોહમ્મદ અલઅઝઝાનીને ઝડપી લઈને આ કેસમાં તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકકીત સામે આવી છે. તેને મહાનગર અમદાવાદ સિવાય રાજકોટની જુદી-જુદી ઈન્ડસ્ટ્રીમાં એક મળતીયાની મદદથી સમગ્ર ઑપરેશન ગોઠવ્યું હતું. જેમાં હથિયારના પાર્ટ્સ યમન સુધી પહોંચી ગયા હતા. જેમાં AK 47 તથા AK 56ના પાર્ટ્સ તૈયાર કરીને કુરિયર કંપની થકી યમન મોકલી દેવામાં આવ્યા હતા. એટલે આશંકા એવી છે કે, યમનમાં કોઈ ભેજાબાજ રાજકોટ અમદાવાદમાં કોઈને ઓપરેટ કરી રહ્યા છે. કુરિયર મારફતે યમન પહોંચેલા પાર્ટ્સ પહોંચાડ્યા હતા. રાજકોટ પોલીસ માત્ર વાતો કરતી રહી જ્યારે કોઈને ગંધ પણ ન આવે એવી રીતે હથિયારના પાર્ટ્સ તૈયાર થઈ ગયા અને યમન પણ પહોંચી ગયા. રાયફલના જુદા જુદા પાર્ટસ તૈયાર કરાવી તેની નિકાસ થઈ ગઈ. હવે તપાસ એ દિશામાં છે કે, આ અંગે પાર્ટ્સ તૈયાર કરાવનાર માસ્ટરમાઈન્ડ કોણ? યમનનો યુવાન પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ ઉપર મેડિકલ વિઝા લઈને ઈન્ડિયામાં આવ્યા હતો. પિતા તો અહીંથી જતા રહ્યા પણ યુવાન અમાવાદની જુદી જુદી ઈન્ડસ્ટ્રીમાં જઈ પાર્ટ્સ માટે ડીલ પણ થઈ ગઈ.


AK 47 અને તેનાથી હાઈ રેંજની રાયફલ તૈયાર કરવા માટે અબ્દુલ પોતે વધારે પૈસા કમાવવા માટે જબરદસ્ત પ્લાન કરી નાંખ્યો હતો. અબ્દુલે તેના મિત્ર મુનીર મોહમંદ કાસીમ કહેવાથી ફેબ્રુઆરીમાં તે અમદાવાદ આવી ગયો હતો. જે યમનનો નિવાસી હતો. નિકોલ રીંગરોડ પાસે આવેલ હોટલ સ્કાય ઇનટુના રૂમ નં.211માં રોકાયો હતો.

રાયફલના પાર્ટ્સ અંગે તપાસ ટુકડી એ તપાસ કરી ત્યારે હોટલના રૂમમાંથી જે વસ્તુઓ મળી એ જોઈને ટીમ પણ ચોંકી ગઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યમનના યુવાનની ધરપકડ કરી ત્યારે હોટલના રૂમમાંથી રાયફલના અલગ અલગ પાર્ટસ, રાયફલના પાર્ટસ બનાવવાના કોમ્યુટર રાઇઝ ગ્રાફિક્સ, એન્જીનીયરીંગ કંપનીના અલગ અલગ કેટલોગ હાથ લાગ્યા હતા. જેને જોઈ ટીમ પણ હચમચી ગઈ હતી. આરોપી પાસે રાયફલના પાર્ટસ પોતાના પાસે રાખવાનું/ખરીદ વેચાણ કરવાનું તેમજ આ રાયફલના પાર્ટસ આયાત નિકાસ કરવાનું કોઇ લાયસન્સને તેમજ આ રાયફલના પાર્ટ ભારતમાં બનાવી યમનમાં મોકલવા માટે તેના મિત્ર મુનીર મોહમેદકાસીમ જણાવ્યું હતું. પછી ટીમે એની ધરપકડ કરીને વધારે પૂછપરછ શરૂ કરી દીધી છે. આ એકબીજાની મદદ કરી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું.

આ આરોપીએ અત્યાર સુધી કેટલા હથિયારના પાર્ટ બહાર મોકલ્યા,એ તપાસનો વિષય છે. રાજકોટનો ટ્રાન્સલેટર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પકડેલા આરોપીને મળ્યો હતો. આનો બીજો શું રોલ છે એની તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદની GIDCમાં આ હથિયારના પાર્ટ બનાવતા હતા. મુંબઈમાં યમનનો નાગરિક આવ્યા ક્યાં રોકાયો હતો અને જે લોકોના સંપર્કમાં આવ્યો હતો એ તમામ લોકો ક્રાઈમબ્રાંચના દાયરામાં આવી ગયા છે. જેના પછીથી નિવેદન લેવાયા હતા. આ સિવાય કઈ કઈ કંપનીઓમાં પાર્ટ્સ તૈયાર કરાવ્યા એની માહિતી ભેગી કરવામાં આવી રહી છે .અમદાવાદની ઇન્ડસ્ટ્રીમાં તૈયાર કરવામાં આવેલા ઘાતક હથિયારના કોઈ પાર્ટસની નિકાસ થઇ શકી ન હતી પણ રાજકોટ ક્નેક્શન સામે આવ્યું છે.

રાજકોટની જુદી-જુદી ઇન્ડસ્ટ્રીમાં યમનના નાગરિકે અલગ અલગ ઓર્ડર આપીને રાયફલના પાર્ટ્સ તૈયાર કરાવ્યા. જે તેણે એક જાણીતી કુરિયર મારફતે યમન પહોંચાડી ડીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાના બદલે રાજકોટ પોલીસ માત્ર તોડ કરવામાં વ્યસ્ત હતી. ગુજરાતમાં જેવી રીતે ઠેરઠેર મોબાઈલ સર્વિસ સ્ટેશન ધમધમતા હોય છે અને લોકો પોતાના મોબાઈલ રીપેર કરાવતા હોય છે તેવી જ રીતે વર્તમાન સમયમાં યમનમાં રાયફલના સર્વિસ સેન્ટર કાર્યરત છે. આવો ઘાટ હોવાનું જાણવા મળે છે. જોકે તપાસનો વિષય એવો પણ છે કે પાર્ટ્સને કેવી રીતે અને ક્યા માધ્યમથી મોકલાતા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW