HomeGujaratCentral Gujaratગ્રીષ્મા હત્યા કેસ, હત્યારાને લાજપોર જેલમાં લઈ જવાયો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે...

ગ્રીષ્મા હત્યા કેસ, હત્યારાને લાજપોર જેલમાં લઈ જવાયો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. હત્યારા ફેનિલે ગુનાની કબુલાત નહીં આપતા ચકચાર ફેલાઈ છે. તો આરોપી ફેનિલને લાજપોર જેલમાં લઈ જવાયો છે અને હવે આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

સુરતમાં ગ્રીષ્મા નામની યુવતીની સરાજાહેર હત્યા કરનાર આરોપી ફેનિલને જ્યારે આ ગુનો કબુલ છે તેમ પુછવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી દીધી હતી. આ કેસમાં આરોપી ફેનિલને સરકારી વકીલ આપવામાં આવ્યો છે. તેમજ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હવે આ કેસ ચલાવવામાં આવશે. તો આરોપીને ફરી લાજપોર જેલમાં લઈ જવાયો છે. પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મુળ અને કુલ 2500 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયું હતું. જેમાં 25 સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે.

પોલીસ આ કેસમાં પહેલીવાર તમામ 190 સાક્ષીઓના ઘરે જઈને તેમના નિવેદનો લીધા હતા. આ અઠવાડિયાથી જ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકે છે અને ચુકાદો પણ ઝડપથી આવે એવી ચર્ચા છે. આ કેસ ઉપર મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા કાયદાકીય પ્રોસેસ ઉપર નજર રાખી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW