માળિયા તાલુકાના હરીપર ગામમાં આવેલ આંગણવાડી ખાતે મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચ નાં સહયોગથી અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન આવ્યું.આ કેમ્પમાં અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દી ની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કેમ્પ માં ન્યુરો સર્જન,ઓર્થોપેડીક સર્જન,કાડિયોલોજી,જનરલ સર્જન, યુરો સર્જનની આયુષ હોસ્પિટલ અનુભવી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગર ની તપાસ, પ્રસુતિ ની તપાસ,મલેરીયા ની તપાસ ,બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી.આ કેમ્પ ને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી. જી બાવરવા સાહેબ અને એની ટીમ તથા અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયા અને દેવાભાઇ જીવાભાઈ એ વિશેષ સહયોગ આપ્યો હતો

