HomeGujaratમોરબીમાં ખાનગી માલિકીની જમીન પર ગેરકાયદે કબજો થયાની પોલીસ મથકમાં ફરિયાદ

મોરબીમાં ખાનગી માલિકીની જમીન પર ગેરકાયદે કબજો થયાની પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ જમીનમાં એક શખ્સને ગેરકાયદેસર કબજો જમાવી પચાવી પાડી છે જે અંગે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના ધુનડા ગામમાં રહેતા કિશનભાઈ દિનેશભાઈ રંગપરીયાની માધાપર વિસ્તારમાં આવેલ માલિકીની સ્થાવર મિલકત માધાપર સર્વે નંબર 1230 ખાતા નંબર 904 વાળી ખેતીની ખેડવાણ જૂની જમીન પર આરોપી સવજીભાઈ કણઝારિયાએ તેનો ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાની કિશનભાઈ રંગપરિયા એ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW