કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લાલુ યાદવનું સમર્થન કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપની રાજનીતિનું આ એક મહત્ત્વનું પાસું છે, જેઓ તેમની સામે ઝૂકતા નથી તેમને હેરાન કરવામાં આવે છે. આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ યાદવને હાલમાં જ ઘાસચારા કૌભાંડના વધુ એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જે બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે.
પ્રિયંકાએ લાલુ યાદવના સમર્થનમાં ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે લાલુ યાદવ રાજનીતિના કારણે પરેશાન થઈ રહ્યા છે. જે BJP આગળ ઝૂકતા નથી તેને દરેક રીતે હેરાન કરવામાં આવે છે. કોંગ્રેસ મહાસચિવે લાલુ યાદવનું સમર્થન કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપની રાજનીતિનું આ એક મહત્વનું પાસું છે કે જે કોઈ તેમની સામે ઝૂકતું નથી, તેને દરેક રીતે હેરાન કરવામાં આવે છે. “આ કારણે છે. રાજનીતિ કે હુમલો કરવામાં આવી રહ્યો છે. મને આશા છે કે તેમને ન્યાય મળશે.”લાલુ યાદવને 15 ફેબ્રુઆરીએ 139 કરોડ રૂપિયાના ડોરાન્ડો ટ્રેઝરી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ કેસમાં તેની સજા 21 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. સ્પેશિયલ CBI કોર્ટ આ દિવસે લાલુ યાદવને સજા સંભળાવશે. 26 વર્ષ સુધી ચાલેલા આ કેસની સુનાવણી દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ પક્ષ દ્વારા કુલ 575 લોકોએ જુબાની આપી હતી, જ્યારે બચાવ પક્ષ તરફથી 25 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન CBI દ્વારા કોર્ટમાં કુલ 15 ટ્રંક દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.
જોકે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. દરેક પક્ષ આ વખતે લડી લેવાના મુડમાં છે. જેમાં વિપક્ષ એકાએક સક્રિય થતા અનેક એવા માઈનસ પોઈન્ટ ઊઠાવીને સરકારી તંત્ર સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને સમાજવાદી પાર્ટીના આકરા પ્રહારો બાદ કોંગ્રેસે આ રીતે સત્તાધારી પક્ષ પર ટોંટ મારવાના શરૂ કર્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે ત્યારે સરકારની ક્ષતિઓને મોટી કરીને વિપક્ષે સવાલ ઊઠાવ્યા છે. ખાસ કરીને પરેશાન કરવામાં આવતા મુદ્દાઓને લઈને પ્રિયંકા ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો છે.

