અમદાવાદમાં તા.26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષ બાદ ગુજરાત સેશન ચૂકાદો આપ્યો છે. જેમાં દેશમાં પહેલી વખત એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના 49 દોષિતની સજાની તા.14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. તા.11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી એ પછી આ મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. મૃતકોના પરિવારજનોને રૂ,1 લાખનું વળતર સામાન્ય ઈજામાં રૂ,25000નું વળતર મળશે. ગંભીર ઈજામાં 50 હજારનું વળતર મળશે. આ કેસમાં કુલ 56 લોકોના મોત નીપજ્યા હતા. આરોપી નંબર 1 થી 18 ને ફાંસીની સજા ફટાકારાઈ છે.

કોર્ટમાં શું થયું.
આતંકી કૃત્ય છે, જે સાબિત થયું
રેરેસ્ટ ઓફ રેર કેસ
વળતર માટે પણ કોર્ટનો હુકમ
નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ઇજાઓ પામ્યા છે, તેમનાં પરિવારજનોની સ્થિતિ કોર્ટે ધ્યાનમાં લીધી.
હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું કૃત્ય પુરવાર

ફાંસી થઈ છે એ આરોપીઓ
જાહિદ કુતુબુદ્દીન શેખ, ઈમરાન ઈબ્રાહીમ શેખ, ઈકબાલ કાસીમ શેખ, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી, મોહંમદ આરીફ કાગઝી, મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા, યુનુસ મહંમદ અન્સૂરી, કમરુદ્દીન મહંમદ નાગોરી, આમીલ પરવાઝ શેખ, સાબલી અબ્દુલ કરીમ મુસ્લિમ, સફદર હુસૈન નાગોરી, હાફીસ હુસૈન તાજુદ્દીન મુલ્લા, મોહંમદ ગુલામ ખ્વાજા મન્સૂરી, મુફ્તી અબ્બુબસર શેખ, જાહીદ કુતુબુદ્દીન શેખ, ઈમરાન ઈબ્રાહીમ શેખ, ઈકબાલ કાસીમ શેખ


