ગ્રામીણ ક્ષેત્રોમાં ડોક્ટરોની પહોંચ વધારવા માટે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, જે મુજબ પ્રત્યેક મેડિકલ છાત્રે ગામડામાં જઇને એક પરિવારને દતક લેવો પડશે. ચાર વર્ષના કોર્સ દરમિયાન દર મહિને ગામડામાં જઇને તેને મળવું પડશે. મેડિકલ છાત્ર તેમનો વ્યવહાર, બીમારીઓ, રહેણીકરણી તેમજ વ્યવહાર સાથે જોડાયેલા મુદાઓનો અભ્યાસ કરીને આંકડા એકત્ર કરશે. ચાર વર્ષ બાદ તેઓ આ આંકડાના આધારે એક રિપોર્ટ પણ રજૂ કરશે.
એનએમસીની તાજેતરમાં થયેલી બેઠકમાં અનેક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી, જેમાં એક પ્રસ્તાવ આ પણ હતો. કહેવામાં આવ્યું હતું કે મેડિકલ છાત્રોનાં કોમ્પ્યુટર સ્કીલ પ્રોગ્રામની જગ્યાએ આ કાર્યક્રમ શરુ કરી શકાય છે. તેને મેડીકલ પાઠય ક્રમનો ભાગ બનાવવામાં આવશે.
ગ્રામીણ ક્ષેત્રોમાં ડોક્ટરોની ભારે ઘટ છે, જે દૂર કરવા માટે સમયાંતરે પ્રયાસ કરવામાં આવ્યા છે. પણ ખાસ સફળ નથી થયા. મેડીકલ છાત્ર જો કોર્સ દરમિયાન જ ગ્રામીણ પરિવારોના સંપર્કમાં રહેશે તો તે ગામડાઓની જરુરિયાતોને સમજી શકશે અને ભવિષ્યમાં ગામોમાં તૈનાતી માટે પણ તૈયાર થઇ શકશે. હજુ પણ દેશની 66 ટકા વસ્તી ગામડામાં રહે છે. પણ 75 ટકા ડોક્ટરો શહેરી ક્ષેત્રોમાં જેનાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. હાલના કોમ્યુનિટી મેડીસીન પાઠ્ય ક્રમના ડોક્ટરોને ગ્રામીણ ક્ષેત્રોમાં ટ્રેનીંગ લેવાની હોય છે. પણ આ કાર્યક્રમ તેનાથી અલગ રહેશે અને અસરકારક રહેવાની આશા પણ છે.
રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ મુજબ દેશમાં 554 મેડીકલ કોલેજ છે જેમાં દર વર્ષે 85 હજાર મેડીકલ છાત્રો પ્રવેશ મેળવે છે. પાઠય ક્રમમાં દાખલ થયા બાદ નવી બેચથી આ કાર્યક્રમની શરુઆત થશે જ્યારે ચિકિત્સા આયોગ જુદા જુદા પક્ષોના અભિપ્રાય જાણ્યા બાદ આ કાર્યક્રમને પોતાની મંજૂરી આપશે.
એન્જીનીયરીંગનો અભ્યાસ ક્ષેત્રીય-સ્થાનિક ભાષામાં શરુ કરાયા બાદ હવે મેડીકલનો કોર્સ પણ અંગ્રેજીની સાથે સાથે ક્ષેત્રીય ભાષાઓમાં શરુ કરવા પર વિચાર થઇ રહ્યા છે પર વિચાર થઇ રહ્યો છે. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (એનએમસી)ની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ મુદે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં તૈયાર ચર્ચાનો મુદો વિભિન્ન પક્ષોના અભિપ્રાયો જાણ્યા બાદ જાહેર કરવામાં આવ્યો છે.એનએમસીની રચના પહેલા જ્યારે એનસીઆઈ અસ્તિત્વમાં હતી. ત્યાર તેણે હિન્દીમાં મેડીકલ કોર્સ શરુ કરવાના અટલ બિહારી વાજપેયી વિશ્વ વિદ્યાલયના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. પણ હવે આ મુદા પર નવેસરથી કવાયત શરુ થતી જોવા મળી રહી છે.
એક વાત એવી પણ સામે આવી રહી છે કે ચિકિત્સા શિક્ષણને બે ભાષામાં શરુ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. જેનો અર્થ એ છે કે અંગ્રેજીની સાથે સાથે એક સ્થાનિક-ક્ષેત્રીય ભાષામાં પણ મેડીકલનું ભણતર શરુ કરવામાં આવે એટલે કે ઓડિસામાં અંગ્રેજીની સાથે સાથે ઉડિયામાં, યુપીમાં અંગ્રેજીની સાથે સાથે હિન્દીમાં મેડીકલ કોર્સનો વિકલ્પ મળી શકે છે.

