દાણચોરી તેમજપ્રતિબંધિત નશાકારક ડ્રગની હેરાફેરી માટે કુખ્યાત બનેલો ગુજરાતનો દરિયા કાઠો ફરી એકવાર ડ્રગ્સ હેરાફેરી માટે બદનામ બન્યો છે
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયેથી રૂ 2 હજારની કરોડની આંતર રાષ્ટ્રીય કિમતનું 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

એનસીબીને મળેલા ચોક્કસ ઈનપુટ આધારે એનસીબી તેમજ ઇન્ડીયન નેવી દ્વારા સયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. જેને નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ડ્રગ્સનો જે જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તે પાડોસી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે

