HomeGujaratહળવદમાં સગાઇ પ્રસંગના જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ 70 લોકોને ફૂડ પોઈઝનીંગ

હળવદમાં સગાઇ પ્રસંગના જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ 70 લોકોને ફૂડ પોઈઝનીંગ

હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા કરમણભાઈ રાતડીયાના પુત્ર અને પુત્રીની શુક્રવારે સગાઇ પ્રસંગ હતો પ્હોરસંગ દરમિયાન મહેમાનો માટે જમણવાર રાખવામાં આવ્યો હતો.આ જમણવારમાં 250થી વધુ લોકો જમ્યા હતા.અને જમણવાર બાદ સાંજના સમયે એક પછી એક લોકોને પેટમાં દુખાવાની ફરિયાદ શરુ થઇ હતી થોડીવારમાં 70થી વધુ લોકોને તેની અસર થતા પેટમાં દુખાવા ઝાડા ઉલટી થવા લાગી હતી જેબાદ તમામને સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ વાસી ટોપરાપાક ખાવાથી ફૂડ પોઈઝ્નીગ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી

બનાવની જાણ થતા શનિવારના રોજ મોરબી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ તપાસ માટે દોડી ગઈ હતી તપાસ હાથ ધરી ફૂડ પોઈઝનીંગનો ભોગ બનનાર લોકોની પૂછપરછ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW