HomeNationalડીજીટલ ભિખારી,લોકોએ છુટા નથી તેમ કહી ધુત્કાર્યો ભિખારીએ બેંકમાં ખાતું ખોલી ડીજીટલ...

ડીજીટલ ભિખારી,લોકોએ છુટા નથી તેમ કહી ધુત્કાર્યો ભિખારીએ બેંકમાં ખાતું ખોલી ડીજીટલ કયું આર સ્કેન બનાવી ગળે લટકાવી દીધુ

બિહારનું બેતિયા રેલ્વે સ્ટેશન આમ તો દેશના અન્ય રેલ્વે સ્ટેશન જેવું સામાન્ય રેલ્વે સ્ટેશન છે જોકે આ રેલ્વે સ્ટેશન હાલ ચર્ચામાં છે. તેનું કારણ ત્યાં એક ભિખારીના અનોખા આઈડિયા છે. રેલ્વે સ્ટેશનમાં બેસીને ભીખ માગતા રાજુ નામનો શખ્સ નાની ઉમરથી જ ભીખ માગી રહ્યો છે. જોકે, તેનો ભીખ મેળવવાનો આઈડિયા આજકાલ ભારે ચર્ચામાં છે. બિહારના બતિયા રેલ્વે સ્ટેશન પર કયું આર કોડ ગળામાં લટકાવીને ફરે છે અને લોકો પાસેથી ભીખ માંગે છે. જયારે લોકો તેને આ વિશે પૂછતાં તેને જણાવ્યું હતું કે,” જયારે તે લોકો પાસે રૂપિયાની માંગણી કરે છે તો લોકો તેની પાસે છુટા રૂપિયા નથી તેમ કહી ભગાડી દેતા હતા જેથી તેણે બેંકમાં ખાતું ખોલાવી ક્યુઆર કોડ બનાવી દીધો હવે લોકો જયારે એમ કહે કે તેની પાસે છૂટા પૈસા નથી તો તેને આ ક્યુઆર સ્કેન પર ભીખ આપવાનું જણાવી દઉં છું લોકો પણ આ વિચાર જોઈ ભીખ આપી રહ્યા છે”

માનસિક રીતે વિકલાંગ રાજુ પોતાને લાલુનો પુત્ર અને પીએમ મોદીનો ભક્ત ગણાવે છે

એક દાયકાથી રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતો રજુ માનસિક વિકલાંગ હોવાથી કોઈ કામ કરી શકતો નથી જેથી રેલ્વે સ્ટેશન પર જ પોતે ભીખ માગી રહ્યો છે 40 વર્ષનો રાજુ પ્રસાદ પોતાને લાલુપ્રસાદ યાદવનો પુત્ર ગણાવે છે અને પશ્ચિમ ચંપારણ જિલ્લા પણ લાલુના કાર્યક્રમ હોય ત્યાં પહોચી જતો હતો 2005માં જયારે રેલ્વે મંત્રી હતા ત્યારે તેમના આદેશથી સુપર ક્રાંતિ એક્સપ્રેસના પેન્ટ્રી કારમાંથી જમવાનું પણ મળતું હતું જોકે સરકાર બદલ્યા બાદ તેમનું જમવાનું પણ બંધ થઇ ગયું પોતાને પીએમ મોદીનો ભક્ત ગણાવે છે.

બેન્કના ખાતા ખોલાવવા પણ થયો પરેશાન

રાજુના જણાવ્યા અનુસાર જયારે બેંકમાં ખાતું ખોલ્વવા ગયો હતો તેની પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ માંગવામાં આવ્યું પણ તેની પાસે પાન કાર્ડ ન હોવાથી ધક્કા થતા હતા અંતે કોઈ વ્યક્તિએ તેને મદદ કરી પાન કાર્ડ માટે અરજી પણ કરી દીધી અને પાન કાર્ડ પણ આવી ગયું જે બાદ આધાર કાર્ડ અને પાન કાર્ડથી બેંકમાં ખાતું ખોલાવી લીધું

.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW