ગુજરાત માટે રાજ્યના હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે જેમાં દિવસે તડકો અને રાત્રે ઠંડી અનુભવાશે એવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્રમાં દિવસે થોડું થોડું ટાઢોડું અને રાત ઠંડી રહેશે. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય એવી પૂરી શક્યતા છે શક્ય છે કે મહાનગરમાં આકરા તાપ ફેબ્રુઆરી મહિનાના અંતથી શરૂ થશે. આવનારા પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી.

જો કે આવનારા દિવસોમાં ક્રમશઃ ગરમી વધે એવી પૂરી શક્યતા છે. રાત્રિના સમયે વાતાવરણ ભેજવાળું રહેશે જ્યારે વહેલી સવારે ઠંડક અનુભવાશે. બે દિવસ બાદ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે ત્યારબાદ ગરમી ધીમે ધીમે જોર પકડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતાં દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે જ્યારે રાત ઠંડી અનુભવાઈ રહી છે. ઠંડીનો ચમકારો ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અનુભવાશે જોકે માર્ચ મહિનાથી ગરમીની વિધિવત શરૂઆત થશે. જોકે અમદાવાદમાં તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે રવિવારે પારો 30 ડિગ્રીને પાર થઈ ગયો હતો.

