HomeGujaratમોરબીમાં રવિવારે કોરોનાના 26 નવા કેસ, 34 દર્દી થયા સ્વસ્થ

મોરબીમાં રવિવારે કોરોનાના 26 નવા કેસ, 34 દર્દી થયા સ્વસ્થ

મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેર સમતાની સાથે સાથે કરેલ કોરોનાના કેસમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે ત્યારે રવિવારે પણ નવા કેસમાં ઘટાડો દેખાયો નોધાયો હતો મોરબી જિલ્લામાં રવિવારે 921 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 26 કેસ પોઝિટિવ આવ્યા હતા.આ 26 કેસમાં મોરબી શહેરમાં 5 અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા હતા.વાંકાનેર ગ્રામ્યમાં 5,ટંકારમાં 3,હળવદમાં 1 અને માળિયા માં 1 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં બીજી તરફ 34 દર્દી સ્વસ્થ થયા હતા.આ 34 દર્દીમાં મોરબીના 31,માળિયાના2 અને ટંકારામાં 1 દર્દી સ્વસ્થ થયા છે. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં 10,551 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી 9650 દર્દી કોરોનાંને મ્હાત આપી સ્વસ્થ્ય થયા હતા જ્યારે 91 દર્દીઓના મોત થયા હતા તો 556 દર્દી હજુ કોરોના પોઝિટિવ છે. મોરબી જિલ્લામાં સતત 2 દિવસ કોરોનાના મોત બાદ રવિવારે એક પણ દર્દીનું મોત થયું ન હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW