HomeGujaratમોરબીના ઝીંઝુડામાં રૂ. 600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો,12 દિવસના...

મોરબીના ઝીંઝુડામાં રૂ. 600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો,12 દિવસના રિમાન્ડ પર

મોરબીના ઝીઝુડા ગામમાંથીઝડપાયેલા 600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં હજુ પણ એટીએસની આરોપીઓને ધરપકડનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીમાં કરોડના ડ્રગ્સ કૌભાંડમાં એટીએસે અલગ અલગ સમયે 13 શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ પંજાબથી વધુ એક શખ્સને ઝડપી લીધો હતો.અને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 12 દિવસના રિમાન્ડ મેડવ્યા હતા.

મોરબીના દરિયાઈ વિસ્તારમાં આવેલ ઝીઝુડા ગામેથી દોઢ મહિના પહેલા એટીએસની ટીમે રૂ.600 કરોડની કિંમતનો ડ્રગ્સ પકડી પાળ્યો હતો જે તે વખતે 2 આરોપીની ધરપકડ કરી હતી બાદમાં અલગ્ અલગ શખ્સોની પૂછપરછ અધારે એટીએસ દ્વારા અત્યાર સુધીમાં 13 શખ્સોને ઝડપી પાડ્યા હતા. અને જેલ હવાલે કર્યા હતા જોકે આ પ્રકરણમાં હજુ પણ નવા નામ ઉમેરાઈ છે અને તેની ધરપકડનો દૌર યથાવત રાખ્યો છે.અને એટીએસે પંજાબમાંથી ભોલા શૂટર નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ ડ્રગ્સના જથ્થાને લેવા-પહોંચાડવાની કામગીરીમાં સંડોવાયેલ હતો. આ શખ્સને કોર્ટના રજૂ કરતા કોર્ટે 12 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આ કેસની વધુ તપાસ એટીએસના પીઆઇ જાદવ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW