HomeGujaratરૂપાલી ગાંગુલી બની TV દુનિયાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ, જાણો એક દિવસની ફી

રૂપાલી ગાંગુલી બની TV દુનિયાની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ, જાણો એક દિવસની ફી

જો તમે રૂપાલી ગાંગલુીના ફેન હો તો હવે એક એવા વાવડ આવ્યા છે જે એની ટીવી સીરિયલ્સની ફીને લઈને રીપોર્ટ આપે છે. જે લોકો એના ફેન છે એને તો ગર્વ મહેસુસ થશે. અનુુપમા ફેઈમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એની એક્ટિંગને લઈને ચર્ચામાં છે. હવે  તે ટીવી જગતની સૌથી વધારે ફી લેતી એટલે કે હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ બની ગઈ છે. આ રીપોર્ટ વાંચીને એના ફેન પોતાના કોલર્સ ઊચા કરશે. પણ એની ફીની રકમને લઈને કોઈ દાવો કરવામાં અહીં આવ્યો નથી. ટીવી જગતના સુત્રોમાંથી આ વિગત સામે આવી છે. 

જો રૂપાલી ગાંગુલી ખરેખર ટીવી જગતની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ બની ગઈ છે તો એમાં કોઈ આશંકા કરવા જેવી વાત નથી. કારણ આ એક્ટ્રેસે એના એક્ટિંગ ટેલેન્ટથી સૌના દિલ જીતી લીધા છે. વર્ષોથી શૉબીઝ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી રૂપાલીએ પોતાની એક્ટિંગના દમ પર સારી એવી નામના મેળવી છે. ન માત્ર ચાહકોમાં પણ ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર પણ ઘણી વખત એના વખાણ કરી ચૂક્યા છે. એ સીરિયલમાં લીડ રોલ પ્લે કરે છે એટલે નહીં પણ રીયલ લાઈફમાં પણ એ એટલી જ બેસ્ટ છે. સુત્રોમાંથી મળેલી એક વિગત અનુસાર રૂપાલી પોતાની ફીમાં વધારો કરે છે એવી જાણકારી શેર કરી છે. રૂપાલીને પહેલા દરરોજ એક દિવસના રૂ.1.5 લાખ મળતા હતા.હવે તે દરરોજના શુટિંગ એસાઈમેન્ટના ત્રણ લાખ રૂપિયા ચાર્જ કરે છે. આમ તે ઈન્ડિયન ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધારે ફી લેતી એક્ટ્રેસ બની ગઈ છે. આવું કરીને તેણે ઘણી યુવા એક્ટ્રેસને પાછળ મૂકી દીધી છે. એવા પણ રીપોર્ટ છે કે, થોડા મહિના પહેલા જ એક્ટ્રેસે પોતાની ફીની રકમમાં વધારો કર્યો હતો. અનુપમા સીરિયલમાં રૂપાલીના કો સ્ટાર ગૌરવ ખન્ના એક દિવસના શુટિંગ એસાઈમેન્ટના દોઢ લાખ લે છે. જ્યારે સિધાંશુ પાંડેને પણ એટલી જ રકમ મળે છે. 

TRPની રેસમાં રૂપાલીનો શૉ ધમાલ મચાવી રહ્યો છે. TRP રેટિંગમાં તે અનેક વખત પહેલા ક્રમે આવી ચૂક્યો છે. જ્યારથી શૉ ઓનએર થયો છે ત્યારથી આ શૉ દર્શકોનો ફેવરીટ બની રહ્યો છે. માત્ર સ્કિરન પ્રેઝન્સ જ નહીં પણ સ્ટોરી બેઝ ઉપર પણ શૉ અનેક મહિલાઓના દિલ જીતી રહ્યો છે. રાજન શાહીના આ શૉએ ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વિન એકતા કપૂરના શૉને જોરદાર ટક્કર આપી છે. ઘણા શૉને ધોબી પછડાટ આપી છે. અનુપમા સુપરહિટ થવા પાછળ માત્ર સ્ટાર કાસ્ટ જ નહીં ડાયલોગ્સ અને સ્ટોરી લાઈન પણ મજબુત છે. મેકર્સની પણ એટલી જ મહેનત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW