HomeGujaratકેપ્ટન એવો ન હોય જે દરેક સીરિઝની શરૂઆતમાં ઈજાગ્રસ્ત થઈ જાય,કોણે કહ્યું...

કેપ્ટન એવો ન હોય જે દરેક સીરિઝની શરૂઆતમાં ઈજાગ્રસ્ત થઈ જાય,કોણે કહ્યું આવું

વિરાટ કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી છે. એ પછી હવે કેપ્ટન તરીકે રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પણ દરેક વ્યક્તિ રોહિત કેપ્ટન બને એના સમર્થનમાં નથી. આ યાદીમાં પૂર્વ સિલેક્ટર સબા કરીમનું નામ પણ જોડાઈ ગયું છે. સબા કરીમ એ વાતનું સમર્થન નથી કરતા જે મુદ્દો રોહિત શર્માને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવાને લઈને છે.

એનું એવું માનવું છે કે, રોહિત શર્માની ફીટનેસ એક મોટો ઈસ્યું છે. તેથી એને ટેસ્ટ ટીમને કેપ્ટન ન બનાવી શકાય. જો રોહિત શર્માને કોપ્ટન બનાવવામાં આવે તો એની સમય મર્યાદા ચોક્કસ હશે. કરીમે એવું પણ ઉમેર્યું કે, રોહિત શર્માએ પોતાના પર્ફોમન્સના જોરે આ સન્માન મેળવ્યું છે. ટીમમાં એની હાજરી અને રણનીતિનો એક પ્રભાવ રહ્યો છે. રોહિત શર્મા માટે ઈંગ્લેન્ડ સીરિઝ એક પડકાર હતો. પણ તેણે ત્યાં મસ્ત પર્ફોમન્સ કર્યું. આ બધાને સાઈડમાં મૂકીને એ પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ કે, શું રોહિત અત્યારે ફીટ છે? કેપ્ટનશીપ છોડો એના માટે ત્રણેય ફોર્મેટમાં રમવું પણ એક ચેલેન્જ છે. તે અનેક વખત ઈજાગ્રસ્ત થયેલો છે. હવે તે કમબેક કરી રહ્યો છે. આટલો મોટો નિર્ણય કરતા પહેલા એની ટીમના ફીટનેસ સાથે જોડાયેલા લોકો, ફિઝિયો, ટ્રેનર્સ અને અન્ય નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ. કેપ્ટન એવો ન હોવો જોઈએ તે સીરિઝની શરૂઆતમાં જ ઈજાગ્રસ્ત થઈ જાય. રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે રમાયેલી સીરિઝમાં રમી શક્યો નથી. આ ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલા જ તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

IND vs SA: There Was No Need For It – Saba Karim On India's Stump Mic  Outburst

જોકે, સાઉથ આફ્રિકામાં પડેલી ધોબી પછડાટ ચાહકો તો શું ક્રિકેટ જગતના સિનિયર્સ પણ ભૂલી શકે એમ નથી. આ જ ટુર્નામેન્ટ વખતે વિરાટે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવા માટે નિર્ણય કર્યો છે. જોકે, હવે જોવાનું એ છે કે, કોહલી એક સામાન્ય પ્લેયર તરીકે રમશે પણ શું તે લોંગ ઈનિંગનો ખેલાડી પુરવાર થશે? વન ડે મેચમાં પણ ખાસ કોઈ પર્ફોમન્સ દેખાડી શક્યો નથી. કરીમે રોહિતની કેપ્ટનશીપર ભવિષ્યવાણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW