છેલ્લા ત્રણ-ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીના રિપોર્ટમાં લિમ્ફોસાઇટ્સ ફરી ઓછા દેખાવા લાગ્યા છે. તેમજ CT સ્કોર પણ વધ્યો છે. હવે વાયરસ ગળા-નાક પૂરતો સિમીત નહીં પણ ફેફસા સુધી પહોંચ્યો છે. જેના કારણે કોરોનાથી મોતના પ્રમાણમાં વધારો થયો છે. જ્યારે ઓમીક્રોન વાયરસ આવ્યો ત્યારે જાણવા મળ્યું હતું કે, તે ડેલ્ટા જેટલો ખતરનાક નથી. પણ ધીમે ધીમે એ પણ સખત થઈ રહ્યો છે. જેની અસર ફેફસાં પર થઈ રહી છે.
કોરોના ક્રિટીકલ કેર નિષ્ણાત રાજકોટના ડો.મયંક ઠક્કરે કહ્યું કે, ખૂબ વધી રહ્યા છે કોરોના પોઝિટિવ કેસ. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી માર્ક કર્યું કે, કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટમાં થોડો એવો ફેરફાર થયો છે જે ફેફસાંને અસર કરે છે. ગળા પૂરતો ન રહેતા હવે વાયરસ ફેફ્સામાં ઉતરી રહ્યો છે. આ પ્રકારના કેસમાં જેની ઈમ્યુનિટી ઓછી હોય સૌથી પહેલા શિકાર થાય છે. ગંભીર બિમારી હોય, મોટી ઉંમરના હોય તો આ તમામ લોકોએ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આ લોકોએ આઇસોલેટ થવાની વધારે જરૂર છે. જેને રિવર્સ આઇસોલેશન કહેવાય. રિવર્સ આઇસોલેટ થવાથી વ્યક્તિને પોતાને ઇન્ફેક્શન નહીં લાગે. આવા લોકોએ પોતાના પરિવારથી અલગ રહેવું જોઈએ. આ વેરિયન્ટમાં આવેલું થોડું પરિવર્તન દર્દીના રિપોર્ટમાં લિમ્ફોસાઇટ્સ પાછા ફરી ઓછા દેખાવા લાગ્યા છે. જેને વેલિનોફોકેનિયા કહેવાય છે. જ્યારે ફેફસાંની અંદર સિટી સ્કેન કરીએ ત્યારે લિઝસ દેખાવા લાગ્યા છે. આવા દર્દીઓને ઇન્ડોર પેશન્ટ કરી ઓક્સિજન પર રાખવા પડે છે અને તેમને ઇન્જેક્શનો આપવા પડે છે.

રાજકોટમાં આ વખતે 99 ટકા દર્દીઓને હોસ્પિટલની જરૂર જ પડતી ન હતી. ઓક્સિજનની પણ જરૂર પડતી ન હતી. સ્થિતિ હવે બદલાઈ છે. એક અઠવાડિયાથી સિવિલમાં 80 દર્દી એડમીટ છે. પહેલા આ સંખ્યા 10થી ઓછી હતી. ઓક્સિજનની જરૂરિયાત આ પૈકી 40 ટકા દર્દીઓને અને રોજ બે-ત્રણ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવા પડે છે અને કોરોનાથી મૃત્યુ પણ ક્યારેક નોંધાય છે. ડો.જયેશ ડોબરીયાએ કહ્યું હતું કે, તેમ કહી શકાય નહીં કે,કોરોના હળવો છે. CRPમાં વધારો જણાયો છે ખાસ કરીને દર્દીમાં કોરોના થયા પછી બ્લડ ટેસ્ટ કરાવાતા. લિમ્ફોસાઈટ્સ, શ્વેતકણોમાં ઘટાડો અને ન્યુટ્રાફિલ્સમાં વધારો જોવા મળ્યો છે. જે કોરોના ઈન્ફેક્શન, ગળા કે નાક સુધી સીમિત નહીં રહેતા લોહીમાં એટલે કે શરીરમાં પ્રસરી જાય છે અને આવા દર્દીને હોસ્પિટલાઈઝ કરવાની તબીબી સલાહ અપાય છે.

