અમદાવાદ પાસે આવેલા ધંધુકામાં માલધારી યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે અત્યારે ધંધુકામાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. ગુરૂવારે વહેલી સવારથી ધંધુકામાં સજ્જડ બંધ જોવા મળ્યું છે. આ ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્ર એકાએક એક્શન મોડ પર આવી ગયું હતું. હાલ ધંધુકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ધંધુકાના PI સી.બી. ચૌહાણને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. એના બદલે સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મૂકી દેવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે પોલીસે તપાસ ચાલું કરી દીધી છે. એવી વિગત સામે આવી છે કે, થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ સામે સોશિયલ મીડિયામાં એક વિવાદીત પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખીને કેટલાક શખ્સોએ આ ઘટનાને અંજામ આપી દીધો. જેમાં એક માલધારી યુવકની હત્યા કરી દેવાઈ છે. આ હત્યા બાદ કેટલાક લોકો રોષે ભરાયા હતા. પણ કિશન નામનો વ્યક્તિ એના ઘરે છે. પછી બુધવાર રાતથી એના ઘરેથી નીકળી ગયો હતો. પછી મોકાનો લાભ લઈને કિશનની હત્યા કરી દેવામાં આવી હતી. આવું પોલીસનું માનવું છે. અમદાવાદ ગ્રામ્ય રેન્જ IG,SP,2 DYSP,5થી વધારે PI, સાતેક જેટલા PSI સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ધંધુકા ખડકી દેવામાં આવ્યો છે. આસપાસના તાલુકાની પોલીસને પણ અહીં ડ્યૂટી આપી દેવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ SOG અને LCBને સોંપી દેવામાં આવી છે. ટીમે શખ્સોને પકડવા માટે યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. યુવકની હત્યાને કારણે મામલે ઉગ્ર બન્યો છે. મૃતકના પરિવારજનો સહિત સમાજના અનેક લોકો રોષે ભરાયા છે. પોલીસ આગેવાનોની મદદ લીઈને મામલો થાળે પાડી રહી છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું આયોજન કરાયું હતું. મૃતકની હત્યા પાછળ સોશિયલ મીડિયા પોસ્ટ જવાબદાર હતી કે અન્ય કોઈ કારણ એ આરોપી ઝડપાયા બાદ સ્પષ્ટ થશે.

