માળિયા મિયાણા તાલુકાના જુના નાગડાવાસ ગામની વાડીમાં ખેત મજુરી કરતા એક પરપ્રાંતીય પરિવારની એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા સ્થાનિકો દ્વારા 108ને જાણ કરવામાં આવતા માળીયા મિયાણા 108ની ટીમના પાઇલોટ દાઉદભાઈ અઘામ અને ઇએમટી કેતનભાઇ બાબરીયા જુના નાગડાવાસ ગામમાં પહોચ્યા હતા. અને મહિલાને એમ્બ્યુલન્સ માં નજીકની જેતપર સિએચસીમાં ખસેડવા નીકળ્યાં હતા.જોકે રસ્તામાં મહિલાને પ્રસુતિ થવા લાગી હતી અને પીએચસી પહોંચડવામાં સમય લાગી શકે તેમ હોવાથી ઇએમટી કેતનભાઈ એ પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો અનેમહિલાની પ્રસુતિ કરતા મહિલાએ બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો બાદમાં માતા અને જોડિયા બાળકોને સારવાર માટે જેતપર સીએચસીમાં ખસેડયા હતા.

