વિરાટ કોહલી અને નેશનલ સિલેક્ટર્સ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી કડવાશ વ્યાપી હોય એવું જોવા મળ્યું છે. કેટલાક લોકો વિરાટ કોહલીના ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાના નિર્ણયને આની સાથે જોડી રહ્યા છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સબા કરીમનું પણ આવું માનવું છે. સબા કરીમનું એવું માનવું છે કે, કરીમનું માનવું છે કે, સિલેક્ટર્સ દ્વારા વિરાટ કોહલીની વ્હાઇટ બોલની કેપ્ટનશીપને જે રીતે હેન્ડલ કરવામાં આવી, કદાચ એ કારણે જ તેણે પોતાની ટેસ્ટ કપ્તાની છોડી છે.
એમના જણાવ્યા અનુસાર જો વિરાટ અને સિલેક્ટર્સ વચ્ચે સારૂ કોમ્યુનિકેશન હોત તો હાલત આવી ખરાબ ન થાત. એક યુટ્યુબ ચેનલ પર વાત કરતા કરીમે એવું કહ્યું કે, વિરાટે કદાચ પહેલાથી જ દક્ષિણ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ સામે ટેસ્ટ સીરિઝ બાદ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવા મનોમન નક્કી કરી લીધું હતું. આની પાછળ વન ડેની કેપ્ટનશીપમાંથી એને હટાવી દેવામાં આવ્યો એ જવાબદાર માનવામાં આવે છે. કરીમે એવું પણ ઉમેર્યું કે, વિરાટને થોડું વધારે સન્માન આપવું જોઈએ, કારણ કે તેમણે છેલ્લે કેટલાક વર્ષમાં ટીમ માટે ઘણું મોટું અને મહત્ત્વું યોગદાન આપ્યું છે. મારૂ એવું માનવું છે કે, કોહલીનું આ રીતે અચાનક કેપ્ટનશીપ છોડવા પાછળનું કારણ આ હોઈ શકે છે. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટુરમાં કેપ્ટનશીપ છોડવાનું મનોમન નક્કી કરી લીધું હતું. મને એવું લાગે છે કે આ મુદ્દે ખોટી રીતે ટેકલ કરવામાં આવ્યો છે. જો સિલેક્ટર્સે પોતાના નિર્ણયને યોગ્ય રીતે જાહેર કર્યો હોત તો પરિસ્થિતિ થોડી સરળ બની શકે એમ હતી. ભારતીય ક્રિકેટ ટીમ પાસે ટેસ્ટ ટીમ માટે કોઈ તૈયાર કેપ્ટન નથી અને કોહલીને યથાવત રાખી શકાય એમ હતો. પણ તેણે ટેસ્ટ ટીમને કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો કારણ કે એને એવું લાગ્યું છે કે, એ જે સન્માન માટે હકદાર છે એ સન્માન એને મળ્યું નથી.

વિરાટે ગત અઠવાડિયે શનિવારે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવા એલાન કર્યું હતું. જેના કારણે સમગ્ર ક્રિકેટજગતમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે, રાહુલ દ્રવિડ પાસે નવા કેપ્ટન સાથે મળીને એક નવી ટીમ બનાવવા માટેનો મોકો છે. આ સાથે નવા કેપ્ટન આવ્યા બાદ કેટલાક ફેરફાર પણ જોવા મળી શકે છે. વિરાટ કોહલીનું ટેસ્ટ ટીમમાંથી નેતૃત્વ છોડવું એ રાહુલ દ્રવિડ, મુખ્યકોચ માટે વરદાન સાબિત થઈ શકે. એક નવા કેપ્ટન સાથે નવી ટીમ બનાવા તેઓ સક્ષમ છે. આ ઉપરાંત નિખિલ ચોપડાએ પણ એવી આશા વ્યક્ત કરી છે કે,પદડા પાછળ જે કંઈ પણ થઈ રહ્યું છે એના પર હવે બ્રેક લાગી જશે. વિરાટ હવે કોઈ ટીમની ચિંતા વગર પોતાની બેટિંગ પર ફોક્સ કરી શકશે.

