HomeGujarat3 દિવસ માવઠાની આગાહી, દરિયો તોફાની બને એવા એંધાણ આ સિટી પર...

3 દિવસ માવઠાની આગાહી, દરિયો તોફાની બને એવા એંધાણ આ સિટી પર જોખમ

ફરી એક વખત હવામાન વિભાગ તરફથી ખેડૂતોની ચિંતા વધારે એવા વાવડ સામે આવી રહ્યો છે. કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બનશે એવું એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયા પરથી 40થી50 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સમયમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપ દેવાઈ છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો ત્રીજો અને ઉત્તર ગુજરાતમાં ચોથો રાઉન્ડ શરૂ થવાનો છે.

ભેજથી ભીની સવાર

જેના કારણે સામાન્ય લોકો સહિત ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. મોટાભાગે તમામ ઘરમાં વારંવાર બદલાતા વાતાવરણને કારણે શરદી ઉઘરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ગુરુવારથી, એટલે આવતીકાલથી 3 દિવસ માટે ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કચ્છથી જામનગર સુધીનો દરિયો તોફાની બને એવા એંધાણ છે. દરિયામાં 40થી50 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા દર્શાવતા માછીમારોને પણ એલર્ટ કરાયા છે. આ વખતે ગુજરાત રાજ્યમાં ઠંડીએ લોકોની દાઢી ધ્રુજાવી દીધી હતી. એવા પણ દિવસો જોવા મળ્યા જ્યારે અનેક શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં જોવા મળ્યો હતો. એવામાં ફરી એક વખત ગુજરાતમાં માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. ઠંડીની વાત કરીએ તો, મંગળવારે સૌથી નીચું તાપમાન નલિયામાં 10 ડિગ્રી, જુનાગઢમાં 12.5, સુરેન્દ્રનગર 13, જામનગર અને રાજકોટમાં 13.5, પોરબંદર અને કેશોદમાં 14, મહુવા 14.7, ભાવનગર 15, દ્વારકા 16.3 સે.તાપમાને ઠંડી નોંધાઈ હતી.

Amdavad wakes up to rainy winter morning; woollens out
માવઠાને કારણે રસ્તા ભીના, ફાઈલ

બુધવારથી ઠંડીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં તા.21મી તારીખ સુધી ગુજરાતના જખૌ, માંડવી કચ્છ, મુંદ્રા, ન્યુ કંડલા, મોરબી પાસે નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર એ દરિયાકાંઠા પાસે કલાકના 40થી 50 કિ.મી. અને મહત્તમ 60 કિ.મી. સુધી પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે.આ દિવસોમાં માછીમારોને દરિયો નહી ખેડવા તાકીદ કરાઈ છે. ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર તા.21ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકી રહ્યું છે. જેની અસર રૂપે હવામાનમાં ફરી પલ્ટો આવશે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે. જોકે, વહેલી સવારે થોડું ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. ઠંડા પવનો અનુભવાયા હતા. જોકે, સૂર્યોદય બાદ વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. તા. 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે તા.21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની આગાહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW