રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસકામોની ગ્રાન્ટ ફાળવણીનો મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ વિકાસકામ મુદ્દે બળાપો કાઢ્યો છે. પેટા કોન્ટ્રાક્ટ પ્રથાથી વિકાસકામોમાં વિલંબ થઈ રહ્યો હોવાનું નિવેદન આપીને તંત્ર સમક્ષ બળાપો કાઢ્યો હતો.

આ અંગે પૂર્વ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ અધિકારીઓને જણાવ્યું હતું કે શા માટે વિકાસકામોમાં સમયસર પૂર્ણ થઈ રહ્યાં નથી. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરો મહત્વના વિકાસકામોના કોન્ટ્રાક્ટ લઈને તેને પેટા કોન્ટ્રાક્ટરને આપી દે છે. પેટા કોન્ટ્રાક્ટર નાનો હોવાથી તેની પાસે એટલી સંખ્યામાં રોકડ નહીં હોવાના કારણે સમગ્ર પ્રોજેક્ટ ખોરવાઈ જાય છે. તેમજ સમયસર પૂર્ણ થતો નથી.

ત્યારે આવી પેટા કોન્ટ્રાક્ટર પ્રથા ઉપર ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ લાલ આંખ કરી હતી અને કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર ઉપર નજર રાખીને વિકાસકામોને સત્વરે પૂર્ણ કરવા માટે ડીડીઓ ચૌધરીને ટકોર કરી હતી. તેમજ આગામી દિવસોમાં જો પેટાકોન્ટ્રાક્ટર વિકાસકામોને સમયસર પૂર્ણ કરે નહીં તો તેના ઉપર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

