HomeGujaratરકુલે કહ્યું આ કારણે જાહેર કરવી પડી જેકી સાથેની રીલેશનશીપ

રકુલે કહ્યું આ કારણે જાહેર કરવી પડી જેકી સાથેની રીલેશનશીપ

બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રિત સિંહે ગત વર્ષે પોતાના જન્મદિવસ પર એક્ટર પ્રોડ્યુસર જેકી ભગનાની સાથેની રીલેશનશીપ પર ઓફિશ્યિલનો સિક્કો મારી દીધો હતો. જેકીએ પણ એક સરસ ફોટો પોસ્ટ કરીને આ અંગે ગુડ ન્યૂઝ આપ્યા હતા.બંને એકબીજાનો હાથ પકડીને ફોટોમાં જોવા મળ્યા હતા. જેકીએ એવું લખ્યું હતું કે, જ્યારે તું નથી હોતી સાથે તો દિવસ અધૂરો લાગે છે. તારા વગર સૌથી ટેસ્ટ ફૂડ ખાવામાં પણ કોઈ મજા આવતી નથી. હું દુનિયાની સૌથી સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. જે મારી દુનિયા છે.

Rakul Preet Sexy Photo Shoot in Red Transparent Dress || Rakulpreet ||  Tollywoodgusagusalu - YouTube

ભગવાન કરે તારો દરેક દિવસ તારી સ્માઈલની જેમ સુંદર હોય. હેપ્પી બર્થ ડે માય લવ. રકુલપ્રિત સિંહે પણ આ પોસ્ટને રીપોસ્ટ કરીને થેંક્યું કહ્યું હતું. તેણે જેકીને જીવનની સૌથી બેસ્ટ ગિફ્ટ કહ્યો છે. હવે રીલેશનશીપ ઓફિશ્યિલ થયાના ઘણા મહિનાઓ બાદ એક્ટ્રેસે એક મુલાકાતમાં કહ્યું હતું કે, આખરે આ વસ્તુને જાહેર શા માટે કરવી પડી હતી. એક ખાસ મુલાકાતમાં રકુલે કહ્યું હતું કે, મને ખબર હતી કે જેકી મને વિશ કરશે. અમે અમારી રીલેશનશીપને આમ પણ જાહેર કરવાનો પ્લાન કરી રહ્યા હતા. એવામાં મને લાગ્યું કે, જેકી તરફથી માત્ર જન્મદિવસની શુભેચ્છા સામે આવશે. પણ એ ખ્યાલ ન હતો કે, એક કવિતાના ફોર્મેટમાં તે મને વિશ કરશે. અમે બંને એવું વિચારતા હતા કે, અમે કોઈ રીલેશનશીપમાં છીએ તો એને છુપાવવી શા માટે જોઈએ?એક રીલેશનશીપમાં મને એક જ વસ્તુ સૌથી વધારે કિંમતી લાગે છે કે, તેમ સાથે હો તો એનુ માન જાળવો અને વ્યક્ત કરો. ઘણી વખત અમે કપલ્સને પોતાની રીલેશનશીપ છુપાવતા જોયા છે. અમે ઘણું જાણીએ છીએ કે, કોન કપલ છે.

રીલેશનશીપ છુપાવવી અને ભાગવું એ યોગ્ય નથી. અમારા બંનેના મનમાં રીલેશનશીપને છુપાવવા કે ભાગવા અંગેના કોઈ મુદ્દા જ ન હતા. આ મામલે અમે બંને એકબીજાની ખૂબ જ રીસ્પેક્ટ કરીએ છીએ. રકુલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ખૂબ જ અલગ રાખે છે. આગામી ફિલ્મ ‘રનવે 34’માં તે જોવા મળશે. જેમાં અજય દેવગન લીડ રોલમાં છે. આ સિવાય ‘અટેક’, ‘મેડે’, ‘થેંક ગોડ’, ‘ડૉક્ટર જી’ અને ‘ઈન્ડિયન-2’ ફિલ્મમાં જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW