દુનિયામાં વધી રહેલા કોરોના વાયરસને કેસને ધ્યાને લઈને જુદા જુદા દેશની સરકાર જરૂરી પગલાંઓ ભરી રહી છે. પરંતુ કેનેડા સરકારે વધી રહેલા કેસને કંટ્રોલ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેનેડાના ક્વેબેક પ્રાંતમાં બિન તબીબી કારણોથી કોવિડની મારક વેક્સીન લેવાનો ઈન્કાર કરી રહેલા કેટલાક લોકો સામે કેનેડા સરકારે ટેક્સ લાગુ કરવા નિર્ણય કર્યો છે. આ અંગે ક્વેબેકના વડા ફ્રેંકોઈઝ લિગોલ્ટે એવી જાહેરાત કરી છે.
તેમણે એવું કહ્યું કે, વેક્સીન નહીં લેનારા લોકો માટેનું આ પરિણામ છે કે, જેઓ અમારા હેલ્થ નેટવર્ક પર બોજો ઊભો કરી રહ્યા છે. હોસ્પિટલમાં એડમીટ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.આવી સ્થિતિમાં વેક્સીન ન લેનારા લોકો જોખમ ઊભું રી રહ્યા છે. આવા લોકો પર ટેક્સ લાગુ કરવાની યોજાના બનાવી છે. તેમણે એવું પણ ઉમેર્યું કે, અન્ય રાજ્ય કે દેશમાં શું થઈ રહ્યું છે એ જુઓ. દરેક વ્યક્તિ આનો ઉકેલ શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે. અમારા પ્રાંતમાં સ્થિતિ એવી છે કે, વેક્સીન ન લેનારા લોકો જોખમ વધારી રહ્યા છે. કેનેડાના ક્વેબેક પ્રાંતમાં કોરોનાથી સૌથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ કોવિડ ઈફેક્ટેડ એરિયા છે. જ્યાં છેલ્લા સાત દિવસમાં 93000 જેટલા કેસ નોંધાયેલા છે. ક્વેબેકમાં 12 વર્ષ અને તેથી વધારે ઉંમર ધરાવતા આશરે 92 ટાક લોકોએ કોવિડ વેક્સીનનો ઓછામાં ઓછો એક જ ડોઝ લીધો છે. જોકે, વેક્સીન નહી લેનારા પાસેથી કેટલા ટકા ટેક્સની વસુલાત કરવામાં આવશે એ અંગે હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતાત કરી નથી. આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રકમનો આંકડો મોટો હોઈ શકે છે.

ક્વેબેકમાં વાયરસ ફેલાતો અટકાવવા માટે ટેક્સ લાગુ કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શાળા તથા વધારાની બીજી પ્રવતિઓ અટકાવી દેવામાં આવી છે. અનેક એવા વિસ્તારમાં રાતના 10થી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. એવા લોકો પાસેથી વસુલાત કરવામાં આવશે જેણે કોઈ પ્રકારની વેક્સીન લીધી નથી. આ અંગે કેનેડા સરકાર પણ કાર્યવાહી કરી રહી છે. જે લોકો વેક્સીનનો ઈન્કાર કરી રહ્યા છે તેમને હોસ્પિટલ સ્ટાફ અને તંત્ર તરફથી ટેક્સ વસુલવા અંતર્ગત યાદીમાં મૂકી દેવાશે. 90 ટકા પ્રજા 10 લોકોનો આવો બોજ વહન નહીં કરી શકે. ગત અઠવાડિયે ક્વેબેકે એવી જાહેરાત કરી છે કે, કેનાબિસ શોપ અને લિકર સ્ટોર્સમાં ગ્રાહકો હવે વેક્સીન સંબંધી પુરાવા રજૂ કરવા પડશે.

