સામાન્ય રીતે 1 મિલી વીર્યમાં 15 મિલિયન અથવા દરેક સેમ્પલમાં 39 મિલિયન સ્પર્મ કાઉન્ટ હોવા સામાન્ય છે. જો 10 મિલિયનથી ઓછા સ્પર્મ હોય તો એવા પુરુષોએ ઝડપથી તેનો ઈલાજ કરાવવો જોઈએ. જેથી સેક્સ દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય. કેટલીક ટીપ્સની મદદથી સ્પર્મ કાઉન્ટમાં વધારો પણ કરી શકાય છે. જોઈએ એક રીપોર્ટમાંથી મળેલી સેક્સટિપ્સ
આ રીતે વધારી શકાય સ્પર્મ કાઉન્ટ
-દરરોજની 30થી 40 મિનિટની શારીરિક કસરત સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વેઈટ લોસ અને સ્પર્મ કાઉન્ટમાં વધારા વચ્ચે સીધો સંબંધ છે. ખાસ કરીને પુરુષો પોતાના વેઈટલોસ પર ધ્યાન આપે
-સ્મોકિંગ શરીરને નુકસાન કરે છે. જેના કારણે ગુપ્તાંગમાં લોહીનો પણ પ્રશ્ન ઊભો થાય છે. કામોત્તેજના પણ ઓછી થઈ જાય છે.
-સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો તબીબોનો સંપર્ક કરવો જોઈએ. કેટલીક વખત દવાઓની આડઅસરને લીધે પણ આવું બને છે.
-માનસિક રીતે સ્ટ્રેસ અનુભવાતી હોય તો પણ સ્પર્મને અસર થાય છે. જેથી બને ત્યાં સુધી સ્ટ્રેલ લેવો નહીં.
-તાજા ફળ, શાકભાજી અને અનાજનું સેવન કરવું જોઈએ. જંકફૂડથી દૂર રહેવું જોઈએ.
-વિટામીન ડી અને કેલ્શિયમને સ્પર્મ સાથે સીધો સંબંધ છે. તેથી વિટામીન ડીની ઉણપ હોય તો પણ સ્પર્મ કાઉન્ટ ઘટે છે. શરીરમાં વિટામીન ડી અને કેલ્શિયમનું સ્તર જાળવી રાખો
-દરરોજ થોડી શારીરિક કરસત અને ઊંધના કારણે પણ સ્પર્મ કાઉન્ટ વધે છે
-લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી વ્યક્તિના ગુપ્તાંગમાં ગરમી વધે છે. જે સ્પર્મ પ્રોડક્શનમાં વિધ્ન ઊભુ કરે છે.
આ ફૂડથી વધે છે સ્પર્મ કાઉન્ટ
ઈંડાઃ સ્પર્મ કાઉન્ટ વઘારવાનું બેસ્ટ ફૂડ છે. ઈંડામાં ભરપુર પ્રોટિન હોય છે અને વિટામીન ઈ હોય છે. જે સ્પર્મ વધારવામાં મદદ કરે છે.
કેળાઃ વિટામીન એ, બી1 અને સી જેવા ગુણ કેળામાં હોય છે. કેળાથી ભરપુર સ્પર્મ સર્જન થાય છે. બ્રોમેલેન નામનું તત્વ ગુણવત્તા અને માત્રા વધારવામાં મદદ કરે છે.
પાલકઃ પાલકમાં ફોલિક એસિડ હોય છે જે સ્પર્મ કાઉન્ટ વધારે છે.
મેથીઃ કામોત્તેજના અને સ્પર્મ વધારવામાં મેથી મદદ કરે છે. 12 અઠવાડિયા સુધી મેથીનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે.
દાડમઃ આ એક બેસ્ટ ફર્ટિલિટી ફૂડ છે. એન્ટિ એક્સિડ બ્લડ ફ્રી તત્વ સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે.
લસણઃ શરીરમાં વિટામીન બી6 અને સેલેનિયમના ગુણ હોય છે. જે સ્પર્મ સર્જન કરવામાં મદદ કરે છે.
ડાર્ક ચોકલેટઃ રાત્રે જમી લીધા બાદ ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ જે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. એલ આર્જિનાઈન સ્પર્મ ઉત્પાદનમાં મદદ કરે છે.
અખરોટઃ ઓમેગા ફેટી એસિડથી ભરપુર હોય છે જે સ્પર્મ વધારવામાં મદદ કરે છે.
ટમેટાઃ સ્પર્મ વધારવામાં ટમેટા મદદ કરે છે. દરરોજ એક ટમેટું ખાવું જોઈએ.

