HomeGujaratCentral Gujaratડમ્પર ચાલકે અચાનક ટ્રેક બદલતા બ્રેક મારી, કાર અથડાઈ ગઈ અને 5ના...

ડમ્પર ચાલકે અચાનક ટ્રેક બદલતા બ્રેક મારી, કાર અથડાઈ ગઈ અને 5ના મોત

નડિયાદ પાસે આવેલા માતર પાસે વારસંગ-બરોડા ગામના ઠાકોર પરિવારમાં એક સાથે પાંચ વ્યક્તિઓની સ્મશાન યાત્રા ઊઠી છે. આ પરિવાર ઈકો કાર લઈ બરવાળા જતા હતા ત્યારે ધોળકા નજીક અકસ્માત થતા પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. પોતાના ઘરેથી નીકળેલા પરિવારને ક્યાં ખબર હતી કે તો પરત જ નહીં ફરે. ધોળકાથી થોડે દૂર જ્યારે ઈકો કાર આગળ જતા ડમ્પરમાં ધડાકા સાથે અથડાઈ ત્યારે પાંચ વ્યક્તિઓના જીવ ગયા હતા.

એક જ પરિવારના પાંચ વ્યક્તિઓની ઠાઠડી નીકળતા પરિવારને મોટો આધાત લાગ્યો છે. જ્યારે આઠ વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વારસંગ બરોડા ગામે રહેતા બહાદૂરભાઈ પોતાના તથા ભાઈના પરિવાર સાથે બરવાળા ખાતે કુળદેવીના દર્શન કરવા માટે ઈકો કારમાં બેસીને નીકળ્યા હતા. આ ઘટનામાં બહાદૂરભાઈના નાના ભાઈ પ્રવિણને ગંભીર ઈજા થઈ હતી. જોકે, હોંશ આવી જતા તેમણે આખી ઘટના કહી હતી. પરિવાર 14 સભ્યો ઈકો કારમાં બેસીને જતા હતા. ગાડી બહાદૂરભાઈના દીકરા મહેન્દ્ર ચલાવતા હતા. પોણા દસ વાગ્યા આસપાસ ધોળકા ક્રોસ કરી આગળ જતા ધોળકા બગોદરા હાઈવે પર એ જે લેનમાં જતા હતા ત્યાં આગળ એક ડમ્પર સ્પીડમાં જતું હતું. આગળ બીજી લેનમાં ડમ્પર જતા અચાનક સ્પીડ ઘટાડી ગાડીવાળી લેનમાં ડમ્પર લાવી દીધું હતું. જેના કારણે મહેન્દ્રએ કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. ઈકો કાર ડમ્પરની પાછળ ઘુસી ગઈ હતી. આગળ બેઠેલા પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા.

મૃતકમાં બહાદૂરભાઈ લાખાભાઈ ઠાકરો, પત્ની હંસાબેન, પુત્ર મહેન્દ્ર તેની પત્ની છાયાબેન, પ્રવિણભાઈના પત્ની કૈલાશબેનનું મોત નીપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા પરિવારના અન્ય લોકો તથા ચાર બાળકોનો બચાવ થયો છે. તમામને ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા છે. જ્યારે ચાર બાળકો અમદાવાદ સિવિલમાં એડમીટ છે. પ્રવિણભાઈને સામાન્ય ઈજા થઈ છે. ઠાકોર પરિવારના ત્રણ પુરૂષો અને બે મહિલાઓના મૃત્યુથી ગામ શોકાતુર થયું છે. પાંચેય વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે ઠાઠડી ઊઠતા ગામ આખું હિબકે ચડ્યું હતું. એક જ પરિવારની બે પેઢીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.

ઈજાગ્રસ્ત
લલિતાબેન રાકેશભાઈ ઠાકોર (ઉં.વ. 21)
ધીરુભાઈ લાખાભાઈ ઠાકોર (ઉં.વ. 38)
રાકેશભાઈ બહાદુરભાઈ ઠાકોર (ઉં.વ. 23)
આશાબેન ધીરુભાઈ ઠાકોર (ઉં.વ. 35)

અમદાવાદ સિવિલમાં સારવાર લેતા બાળકો
હિતેન મહેન્દ્રભાઈ ઠાકોર (ઉં.વ. 3)
ગોપી મહેન્દ્રભાઈ ઠાકોર (ઉં.વ. 5)
ધવલ પ્રવિણભાઈ ઠાકોર (ઉં.વ. 13)
રાહુલ રાજીવભાઈ ઠાકોર (ઉં.વ. 3)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW