HomeGujaratCentral Gujaratરાજ્યમાં બે દિવસમાં 11 લાખ કિશોરોને અપાઈ કોરોના વેક્સિન, મોરબી જિલ્લામાં કેટલું...

રાજ્યમાં બે દિવસમાં 11 લાખ કિશોરોને અપાઈ કોરોના વેક્સિન, મોરબી જિલ્લામાં કેટલું થયું રસીકરણ

કોરોના મહામારી સામે કોવેક્સિનનો પહેલો ડોઝ 15થી 18 વર્ષના કિશોરોને આપવાની તારીખ 3 જાન્યુઆરીના રોજ શરૂઆત કરાઈ છે. જેમાં રાજ્યના 30 લાખ બાળકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક છે. જેમાંથી 40 ટકા લક્ષ્યાંક તો પહેલા બે દિવસમાં જ પૂર્ણ થઈ ગયો છે. બે દિવસમાં રાજ્યમાં 11 લાખ કિશોરોને વેક્સિન અપાઈ છે.

રાજ્યમાં પછાત ગણાતા બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓમાં બાળકોના રસીકરણ બાબતે સારી શરૂઆત થઈ છે. તેમાં કચ્છમાં જિલ્લામાં પ્રથમ દિવસે 42, 887 બાળકોને જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે 32 હજાર બાળકોનું રસીકરણ કરાયું છે. જ્યારે રાજકોટમાં પ્રથમ દિવસે 32, 117 અને બીજાદિવસે 30, 709 તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે 22, 485 અને બીજા દિવસે 11, 521 અને ભાવનગર જિલ્લામાં પ્રથમ દિવસે 19, 950 અને બીજા દિવસે 20, 728 કિશોરોને કોવેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે.

તો જૂનાગઢમાં પ્રથમ દિવસે 17, 281 અને બીજા દિવસે 11, 931 તથા અમરેલીમાં પ્રથમ દિવસે 15,539 અને બીજા દિવસે 11, 364 બાળકોને વેક્સિન અપાઈ છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં પ્રથમ દિવસે 11, 969 અને બીજા દિવસે 11, 729, દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે 11, 917 અને બીજા દિવસે 6, 546 ઉપરાંત ગીરસોમનાથ જિલ્લામાં પ્રથમ દિવસે 10, 079 અને બીજા દિવસે 12,012, તથા પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે 4400 અને બીજા દિવસે 5002 તો મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 8848 અને બીજા દિવસે 8618 તરૂણોને વેક્સિન અપાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW