કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને કોરોનાથી બચાવવા અલગ અલગ તબક્કામાં વેકસીનેશન કામગિરી ચલાવવાંમાં આવી રહ્યું છે.અને તેના ભાગરૂપે 15થી 18 વર્ષના. બાળકોને વેકસીનને મંજૂરી આપી દીધા બાદ 3 જાન્યુઆરીથી વેકસીન કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબીની એલ ઇ કોલેજ(ડિપ્લોમા)માં અભ્યાસ કરતા 15થી 18 વયના વિધાર્થીઓને વેકસીન આપવામા આવી હતી જેમાં સંસ્થાના 220 થી પણ વધુ 15 થી 18વર્ષ ના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તાર ના 15થી 18 વર્ષના વયજુથ ના બાળકો ને આ રસીકરણ ડ્રાઇવ અંતર્ગત COVAXIN ની રસી નો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો.આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાની જીમખાના સમિતિના એસ.એ.વિડજા,આર.જી.ચાવડા, વાય.બી.સતાપરા તેમજ એચ. એ.ચનિયારા અને વુમન ડેવલપમેન્ટ સેલના એસ.કે.રાઠોડ દ્વારા સંસ્થા ના આચાર્ય ડી.બી.વાગડિયાના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.

