HomeGujaratરાજયભરમાં ફરી માવાઠાની હવામાન વિભાગની આગાહી,ખેડૂતો ચિંતામાં

રાજયભરમાં ફરી માવાઠાની હવામાન વિભાગની આગાહી,ખેડૂતો ચિંતામાં

મોરબી જિલ્લામાં ગયા સપ્તાહે મોરબી માળીયા અને હળવદ તાલુકામાં ધૂમમ્સ બાદ કમોસમી વરસાદ થયો હતો. જેમાં મોટા પાયે શિયાળુ પાકને નુકસાન થયું હતું. હજુ આ વાતાવરણ ચોખ્ખું થયું હતું તે દરમિયાન ફરી એકવાર વાતાવરણ પલટો આવવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ઘણા તાલુકામાં સપ્તાહના અંતમાં ફરી વાતાવરણ પલટાશે અને કમોસમી વરસાદ થવાની શકયતા છે જેથી ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને પરિપકવ થઈ ગયેલા પાકની કાપણી કે લલણી કરવા સૂચના આપી છે.આ સીવાય પાકમાં પિયત આપવાની કે ખાતર ન આપવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત આગામી સપ્તાહમાં ફરી ઠંડીનું જોર વધશે અને લઘુતમ તાપમાન 15 સુધી ગગડવાની સંભાવના મહતમ તાપમાન 28 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત વ્યક્ત કરવામાં આવી છે.


સૌરાષ્ટ્ર-ક્ચ્છ, ગુજરાતમાં ફરી એક વખત હવામાન પલ્ટા-માવઠાનું સંકટ સર્જાયું છે. આગામી તા.5થી 8 જાન્યુઆરી દરમિયાન અનેક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ થવાની શક્યતા જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી. છે. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારા ચાર દિવસમાં બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ થશે. પહેલુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તા. 4 એટલે કે, આવતીકાલે અને બીજું તા. 7મીએ શરૂ થાય એવી શક્યતા છે.આ બે વેસ્ટન ડીસ્ટર્બન્સના કારણે પવનની દિશા સૌરાષ્ટ્રમાં સતત બદલાતી રહેશે. અમુક સમયે પવનની ગતિ નોર્મલ કરતાં વધુ રહેશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ તથા દક્ષિણ ભારતના ભાગોને સીધી રીતે અસર કરે એવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તા. 5થી 8 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતને પણ અમુક અંશે અસરકર્તા સાબિત થવાની શક્યતા છે. આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ થઇ શકે છે.

તા. 4થી 10 જાન્યુઆરીની આગાહી કરતાં જણાવ્યું હતું કે પાંચમી સુધી મહતમ તાપમાન નોર્મલ કે તેનાથી ઉંચુ રહેશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થતાની સાથે તાપમાન નીચુ આવશે. જેના કારણે ફરી ઠંડી વધશે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થાય ત્યારે દિવસે પણ ટાઢોડુ રહેશે. આ જ રીતે ન્યુનતમ તાપમાન પણ 5 ડિગ્રી સુધી ઉંચુ રહેશે. બાદ ક્રમશ ચારથી છ ડીગ્રી નીચુ આવી જશે. આગાહી સમયના અંતિમ દિવસો સુધીમાં ન્યુનતમ તાપમાનમાં અત્યાર કરતાં ચારથી છ ડીગ્રીનો ઘટાડો થઇ જશે અને નોર્મલ કે તેનાથી એકાદ ડીગ્રી નીચુ રહેશે. આ દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.

ન્યુનતમ તાપમાનની 9-10 ડિગ્રીથી માંડીને 12-13 ડીગ્રી સુધીની રહે તેવી શક્યતા છે. ડીસેમ્બર મહિનાના આખરમાં બે દિવસ ઠંડીનો ચમકારો દેખાયા બાદ મહતમ અને ન્યૂનતમ એમ બંને તાપમાન વધી ગયા છે. મહતમ તાપમાન નોર્મલ કરતા 1 થી 3 ડીગ્રી ઉંચુ થયું છે જ્યારે ન્યુનતમ તાપમાન નોર્મલ કરતા પાંચ ડીગ્રી ઉચુ થઇ ગયું છે. અમદાવાદમાં ન્યુનતમ તાપમાન 17.1, રાજકોટમાં 17.3, ભુજમાં 14.4, ડીસામાં 15 ડીગ્રી નોંધાયું હતું જે નોર્મલ કરતાં પાંચ ડીગ્રી ઉચુ છે જ્યારે વડોદરામાં 15.2 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા ચાર ડીગ્રી ઉચુ નોંધાયું હતું. અમરેલીમાં ન્યુનતમ તાપમાન 17.6 ડીગ્રી હતું જે નોર્મલ કરતાં 6 ડીગ્રી ઉંચુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW