HomeGujaratમોરબી સહિત રાજ્યના દરેક જિલ્લાઓમાં 15થી 18 વર્ષના કિશોર માટે વેક્સિનેશન શરૂ

મોરબી સહિત રાજ્યના દરેક જિલ્લાઓમાં 15થી 18 વર્ષના કિશોર માટે વેક્સિનેશન શરૂ

તા.3 ડીસેમ્બર સોમવારના રોજ બાળકોનું વેક્સીનેશન મોરબીમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબી જિલ્લાની 235 શાળાઓમાં સોમવારથી વેક્સીનેશનનો પ્રારંભ થઈ ગયો છે. વાંકાનેરની ફૈજ બ્રાઈટ સ્કૂલ તરફથી વાલીઓની લેખિત મંજૂરી વિના વેક્સીનેશન માટે ના કહેવામાં આવી છે. ફૈજ બ્રાઈટ શાળામાં આજથી વેક્સનેશન થવાની શક્યતા નહિવત છે.

દેશભરમાં આજથી કિશોરવયના બાળકો માટે વેક્સીનેશન શરૂ કરાયું છે. સ્કૂલમાં જ આ બાળકોને વેક્સીનેશન આપવામાં આપવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાને શરૂ કરાવવા ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સવારે આ શાળામાં પહોંચ્યા હતા. કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.

આ સાથે તેમણે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રાખવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW