HomeGujaratમોરબીમાં શનિવારે વધુ 8 લોકો કોરોના પોઝીટીવ માત્ર 4 દિવસમાં 24...

મોરબીમાં શનિવારે વધુ 8 લોકો કોરોના પોઝીટીવ માત્ર 4 દિવસમાં 24 નવા કેસ

મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે દિન પ્રતિદિન નવા કેસમાં ઉછાળો આવ્યો છે. શનિવારે પણ કુલ 1561 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 8 દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા આ 8 દર્દીમાં ટંકારામાં 63 વર્ષના વૃદ્ધ,મોરબી તાલુકામાં 53 વર્ષના આધેડ મહિલા અને 26 વર્ષના યુવક જયારે મોરબી શહેરમાં 19 વર્ષ,25 વર્ષ,30 વર્ષના 46 વર્ષના યુવાન તેમજ 53 વર્ષના આધેડનો સમાવેશ થાય છે.મોરબી જિલ્લામાં કુદકે ભૂસકે વધી રહેલા કોરોનાના કેસથી આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે.મોરબી શહેર અને આસપાસના વીસ્તારમાં માત્ર 4 દિવસમાં 9 વિધાર્થીઓ સહીત કુલ 24 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ લોકોની સંખ્યા 6531 થઇ ચુકી છે જેમાંથી 6166 દર્દી સ્વસ્થ થયા હતા જયારે સતાવાર મોત 87 જેટલા થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW