HomeGujaratથર્ટી ફર્સ્ટના દિવસે ભાજપ કોર્પોરેટરનો પુત્ર નશાની હાલતમાં પકડાયો

થર્ટી ફર્સ્ટના દિવસે ભાજપ કોર્પોરેટરનો પુત્ર નશાની હાલતમાં પકડાયો

થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસ તરફથી દરેક જિલ્લામાં કડક અમલવારી કરવામાં આવી હતી. વડોદરા પોલીસે આ 31મી ડીસેમ્બરની રાત્રે બ્રેથ એનેલાઈઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કર્યું હતું. જેમાં વોર્ડ નં.14ના ભાજપના મહિલા કાઉન્સિલર જેલમ ચોક્સીનો પુત્ર કૃણાલ ચોક્સી પીધેલી હાલતમાં ઝડપાયો હતો. સિટી પોલીસની ટીમ એને રાત્રે પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. આ અંગેની જાણ માતા ભાજપ કોર્પોરેટરને થતા તેમણે દીકરાને છોડાવવા માટે આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.

મહિલાએ પોલીસ સ્ટેશનમાં હંગામો કરતા મહિલા અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ કર્મચારીનું જેકેટ આ ખેંચતાણમાં ફાટી ગયું હતું. થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાને લઈને પોલીસ કમિશનરની સૂચનાથી સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસ ચેકિંગ શરૂ કરાયું હતું. ચાર દરવાજા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરનો પુત્ર કૃણાલ ચોક્સી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયો હતો. પછી એેને સિટી પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. આ વાતની જાણ માતા કોર્પોરેટર જેલમ ચોક્સીને થતા તેઓ પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહિલાએ કહ્યું હતું કે, દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી, તમે બધા પરી વળ્યા છો એની પર.

એનાથી દૂર હટી જાવ. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કોર્પોરેટર તથા પોલીસકર્મીઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં એક પોલીસ કર્મચારીનું જેકેટ ફાટી ગયું હતું. પોલીસ સાથેના વર્તન અંગે ભાજપના આ મહિલા કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પોલીસ સામે તોછડાઈ ભર્યું વર્તન કરી રહ્યા છે.

પોલીસ કર્મીએ એના દીકરાને માર્યો છે એવું કહીને પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો. કૃણાલને કસ્ટડીમાં લઈ જતા પોલીસે કર્મીએ એનો હાથ પકડતા તેઓ ગુસ્સે થયા હતા. હાથ પકડતા નહીં એવું કહીને બબાલ કરી હતી. પોલીસે પણ કહ્યું હતું કે, તમે ખોટી દાદાગીરી કરી રહ્યા છો. તમે કોર્પોરેટર છો એટલે શું થયું. આ પછી પોલીસ અને મહિલા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પોલીસે કૃણાલ ચોક્સી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કૃણાલ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. પછી એને છોડાવવા માટે પોલીસ પર ભાજપના મોટા નેતાઓનું દબાણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW