આરોગ્ય વિભાગ દ્વારા શાળા અને છાત્રોની યાદી મેળવી આયોજન (પેટા)
દેશભરમાં કોરોનાના નવા વેરીંયન્ટ ઓમીક્રોનના આગમન થતા તેજ ગતિએ કોરોના કેસ વધ્ય છે જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.કોરોના પ્રિવેન્ટીવ એક્શન શરુ કર્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં નવા વર્ષથી 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સીનના ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ વેક્સીન માટે સક્રિય બની છે. મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી ૩ જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ શાળામાં જશે અને 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપશે આ માટે આરોગ્ય વિભાગ દ્વારા શાળાની સંખ્યા અને રસી પાત્ર વિધાર્થીઓની યાદી મગાવી છે. તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાના 18190 ,માળીયાના 1630,વાંકાનેર 7288,ટંકારા 5670,હળવદમાં 8971 મળી કુલ 41,749 વિધાર્થીઓ રસી મેળવવાને પાત્ર છે. આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોને રસી મળી રહે તે માટે કોવેક્સીનના સ્ટોક પણ ફાળવવામાં આવી ચુક્યો છે.
કોરોના વેક્સીનેશન રસીકરણ માટે વિધાર્થીઓનું ઓનલાઈન તેમજ વેક્સીન સાઈટ પર એમ બન્ને રીતે રજીસ્ટ્રેશન કરી શકશે. તેના માટે વિધાર્થીના આધારકાર્ડ અથવા પાસપોર્ટ બે માંથી એક આઇકાર્ડ રાખવું જરૂરી અને ઓળખ કાર્ડ ન હોય તો શાળાનું ઓળખપત્રથી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
જે પણ શાળા અને કોલેજમાં રસીકરણ માટે કેન્દ્ર નક્કી કરવામાં આવ્યુ છે તે દિવસે શાળા કોલેજમાં વેક્સીન પાત્ર વિધાર્થીઓ હાજર રહે અને કોરોનાથી સૂરક્ષીત થાય તેવી અપીલ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમાંરિયા,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જે એમ કતીરા અને અન્ય આરોગ્ય વિભાગના પદાધિકારીઓ અધિકારીઓએ અપીલ કરી છે.

