રાજકોટ મહાનગરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં ખુબ મોટો ઉછાળો આવ્યો છે. ત્રીજી વેવાના દર્શન પણ થવા લાગ્યા હોય એવો માહોલ છે. સરકાર અને મહાપાલિકા તંત્રની ચિંતા વધી ગઈ છે. ચાલુ વર્ષમાં એપ્રિલ-મે મહિનામાં જે રીતે કોરોનાની બીજી લહેર ઘાતક બની હતી. તે વખતે રસ્તા પર તંત્રએ ટેસ્ટીંગ બુથ ઉભા કર્યા હતા. તે જ પ્રકારે ફરી મુખ્ય રસ્તા પર ટેસ્ટીંગ બુથ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં છ મહિના અગાઉ કોરોના શાંત પડતા આવા ટેસ્ટીંગ બુથ બંધ કરાયા હતા. પરંતુ હવે ફરી મોટા પાયે ટેસ્ટીંગ કરવાની ફરજ પડી છે.
તા.31ના શુક્રવારથી રાજકોટમાં કે.કે.વી. ચોક, રૈયા અને મવડી ચોકડી, યુનિ. રોડ પર આકાશવાણી ચોક અને શહેરની મધ્યમાં લીમડા ચોકમાં આ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે. એવી કમિશ્નરે આરોગ્ય વિભાગને સૂચના આપી છે. મહાનગરપાલિકા તરફથી તા. 31-12ના રોજ શહેરના જુદા જુદા પાંચ સ્થળોએ નિ:શુલ્ક કોરોના ટેસ્ટ બુથનો પ્રારંભ કરાશે. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કમિશનર અમિત અરોરા, આરોગ્ય સમીતીના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા આ સમગ્ર બુથ પર સતત વૉચ રાખશે. આ પાંચ ટેસ્ટ બુથમાં લોકો વિના મુલ્યે કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે.

કોરોના ટેસ્ટ બુથ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કમિશ્નર અમિત અરોરાએ વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરના ઘણા વિસ્તારમાંથી હવે કોરોનાના કેસ બહાર આવી રહ્યા છે. આથી વધુને વધુ લોકો ટેસ્ટીંગ સાથે કોરોના નિદાન કરાવે તે જરૂરી છે. વધુને વધુ ટેસ્ટીંગ અને ટ્રેસીંગથી જ સંક્રમણ ફેલાતું અટકાવી શકાશે. હાલ રાજકોટમાં દૈનિક સરેરાશ 1200 જેટલા ટેસ્ટીંગ મનપા આરોગ્ય કેન્દ્ર અને 400 જેટલા ખાનગી લેબમાં થાય છે. હાલ સ્થિતિ જોતા માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રો હેઠળ જ રોજના 2000 ટેસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે. અગાઉ મનપા તરફથી ટેસ્ટીંગ બુથ પર માત્ર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવતા હતા. જયારે હવે એન્ટીજન સાથે વધુમાં વધુ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. શહેરમાં એકાદ બે ટેસ્ટીંગ બુથ તો આવતીકાલથી જ શરૂ થઇ જાય તેવી તૈયારી પણ આરોગ્ય વિભાગે કરી છે. છેલ્લે જુન મહિના સુધી રાજકોટના જુદા જુદા રસ્તા પર ટેસ્ટીંગ બુથ ચાલુ હતા. તે બાદ હવે ફરી ડિસેમ્બરના અંતમાં કોરોના ટેસ્ટીંગ બુથ શરૂ થઇ રહ્યા છે. પછી ઘાટલોડિયા વિસ્તારના વૉર્ડ ઈન્સ્પેક્ટર પરિમલ તરફથી એવો કોલ આવ્યો કે, વહીવટ આપવો પડશે. જો અડધી કલાકમાં આવી જાવ તો કામ પતી જશે. પછી યુવાને આ કેસમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. પછી રેવન્યુ વિભાગ કમિટી ચેરમેન જૈનિક વકીલને આ વાત ધ્યાને આવી. પછી પરિમલ સામે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી. ફરિયાદી એવું પણ પૂછે છે કે, કેટલા વાગે મળુ અને કેટલા પૈસા લઈને આવું? વૉર્ડ ઈન્સ્પેક્ટર કહે છે સવાર આવજો.

