હરિયાણાના પાટનગરમાંથી ચોંકી જવાય એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જ્યાં MLA હોસ્ટેલમાં પાણીપતના ભાજપ ધારાસભ્ય પ્રમોદ વિજની નવી નક્કોર ફોર્ચ્યૂનર કારમાં ઈરાદાપૂર્વક આગ લગાવી દીધી. આનો એક વીડિયો CCTV માં જોઈ શકાય છે કે, લાલ જેકેટ પહેરેલો યુવક કાર પર મુક્કા મારી મારીને ગાડીના કાચ તોડી નાખે છે. પછી અચાનક જ તે ગાડી પર પેટ્રોલ છાંટે અને દીવાસળી ચાંપી દે છે. ગાડીમાં એકાએક ભડકો થતાં જ યુવક દોટ મૂકીને ભાગી જાય છે. આ ઘટના મંગળવારે રાત્રે સવા બાર વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસ માંથી લોકો અહીં દોડી આવ્યા હતા. નજીકમાં રહેલા CCTV ફૂટેજ તપાસતાં કરતાં સામે આવ્યું છે કે, રાતના સાડા અગિયાર વાગ્યે પણ બે યુવક બાઈકમાં આવ્યા હતા.

જો કે, અચાનક અહિયાં એલાર્મ વાગતાં નાસી છૂટયા હતા. મંત્રી પ્રમોદ વીજનો ડ્રાઈવર અહીંયાની હોસ્ટેલમાં રોકાયો ત્યારે આ ઘટના બની હતી. જોકે, એના વીડિયોમાં જોઈ શકાય છે કે, આખી ગાડી ભડભડ સળગી રહી છે. આ કાર સુરક્ષિત માનતા વિસ્તારમાં પાર્ક કરવામાં આવી હતી. વીડિયો ફૂટેજમાં અજાણ્યા શખ્સો નાં કોઈ રીતે ચહેરા દેખાતા નથી. ગાડીમાં નુકસાન કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. અહી કાર પાર્કિગમાં બીજી પણ કાર પાર્ક હતી. પણ માત્ર પ્રમોદ વીજનું વાહન જ ટાર્ગેટ કરી સળગાવી દેવાયું છે.
આ કેસમાં પોલીસે તાત્કાલિક તપાસ ચાલુ કરી દીધી છે. મંગળવારે પ્રમોદ વીજ ચંદીગઢ આવ્યા હતાં. મંત્રી મંડળના વિસ્તરણમાં ભાગ લઈ રહ્યા હતાં. પાણીપતના ધારાસભ્ય પ્રમોદ વીજની કાર MLA હોસ્ટેલ ના પાર્કિગમાં પડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રમોદના પીએ અશ્વિને કહ્યું કે, જ્યારે તોડફોડ કરી ત્યારે કારનો એલાર્મ વાગ્યો એટલે તે બીકના માર્યા નાસી છૂટયા. હરિયાણા વિધાનસભાના સ્પીકર ગુપ્તા એ આ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે કહ્યું કે, સઘન સુરક્ષા હોય છે આ વિસ્તારમાં, છતાં આવું થાય તો એ ચોક્કસ તપાસનો વિષય છે. ચંદીગઢ હરિયાણા અને પંજાબનું પાટનગર છે. સ્પીકરે આ મામલે પોલીસના અધિકારીઓ સાથે ખાસ બેઠક કરવા આદેશ કર્યા છે.

