HomeGujaratSaurashtra Kutchhસૌરાષ્ટ્ર-કચ્છમાં મૌસમનો અજીબ મિજાજ,કમોસમી વરસાદ ધુમ્મસથી હિલસ્ટેશન જેવો માહોલ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મૌસમનો અજીબ મિજાજ,કમોસમી વરસાદ ધુમ્મસથી હિલસ્ટેશન જેવો માહોલ

સોમવારે સવારથી સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ પલટો આવ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી. સાંજના સમયે કચ્છ અને મોરબીના અનેક વિસ્તારમાં કમોસમી ઝાપટા પડયા હતા તો મંગળવારે પણ રાજ્યભરમાં પોષ મહિનામાં શ્રાવણી માહોલ જામ્યો હતો અને રાજકોટ, મોરબી, કચ્છ પાટણ ગાંધીનગર અરવલ્લી જિલ્લાના 32 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ વરસાદ પડી ગયો હતો છેલ્લા 24 કલાકમાં બનાસકાઠાના કાંકરેજમાં 1 ઇંચ વરસાદ નોધાયો હતો .


દરમ્યાન સૌરાષ્ટ્રનાં જામનગરમા આજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેને લીધે કમોસમી વરસાદ થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. માવઠું થવાથી માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલા જણસી ના જથ્થો પલળી ગયો હોવાના સમાચાર મળી રહયા છે.


બીજી તરફ રાજ્યભરમાં શિયાળુ પાક નું વાવેતર પણ મોટા પાયે થયું છે અને આ પાકમાં આ કમોસમી વરસાદથી નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


મોરબી રાજકોટ જામનગર અને દ્વારકા સહિતના જિલ્લામાં સવારે હળવા ઝાપટા સાથે સાથે દિવસ ભર ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા તાપમાનમાં પણ અચાનક ઠંડીમાં વધારો થયો હતો મોરબીમાં લઘુતમ તાપમાનનો પારો પણ 13 ડીગ્રી સુધી ગગડી ગયો હતો તો દિવસ ભર વાદળોની આવન જાવનના કારણે મહતમ તાપમાન પણ 23 ડીગ્રી સુધી રહ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા નોંધાયું છે.ત્યારે પવન ની ગતિ પ્રતીકલાક 5 કિલોમીટરની રહી છે.જામનગર ના હવામાનમાં આવેલા વરસાદી મહોલ થી જનજીવન ઉપર અસર પડી હતી.


જે સવારે સ્વેટર-ટોપી સાથે રેઇનકોટ અને છત્રી પણ અનિવાર્ય જણાઇ હતી. આ કમોસમી માવઠાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકશાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. વાતાવરણમાં આવેલા આ પલટાથી જનજીવન પ્રભાવિત બન્યું છે અને આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

દરમ્યાન સૌરાષ્ટ્રનાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે માવઠું વરસતા ખેડૂતોનાં જીવ તાળવે ચોંટયા હતા. અને રવિપાકને નુકશાન થવાની ભીતિ ઉભી થઇ છે. સાથે સાથે માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલા જણસી ના જથ્થો પલળી ગયો હોવાના સમાચાર મળી રહયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW