એપ્લિકેશન બેઝડ સર્વિસ પ્રોવાઇડર પર હવે GST લાગુ થવાનો છે. GST ઓટો ફેર લાગુ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષે પ્રજાને મોંઘવારીનો બમણો માર પડવાનો છે.
તા.1 જાન્યુઆરીથી ઘણી વસ્તુઓ અને સર્વિસ પર GST દરમાં વધારો થવાનો છે. અત્યાર સુધી ટેકસ અને GST દરના દાયરાથી દૂર રહેલી વસ્તુઓ અને સર્વિસની હવે આ દાયરામાં આવરી લેવામાં આવી છે. જેના કારણે એવા લોકો પર આર્થિક ભારણ વધશે જેઓ ઓલા, ઉબર અને બીજી એપ બેઝડ સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. GST કાઉન્સિલ ની આ પહેલાની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવાયા છે.

રૂ.1000 થી ઓછા ભાવના તૈયાર કપડા અને ફૂટવેર પર 5 ટકા દર વધારીને 12 ટકા કરી દેવાયો છે. ઓનલાઇન ફૂડ ઓર્ડર પર રેસ્ટોરાંવાળાના બદલે ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર પાસેથી કર વસુલાશે. આ ઉપરાંત એપ્લિકેશનથી કોઈ રિક્ષા બુક કરાવી હશે તો પણ ટેકસ ભરવાનો રહેશે. CA ગૌરવ આર્યા એ કહ્યું કે, અત્યાર સુધી રેડિયો ટેક્સી પર ટેકસ લાગતો હતો. જેમાં મીટર અને GPS આધારિત ટેક્સીની સર્વિસ નો સમાવેશ થતો હતો. ઓલા અને ઉબર આનાથી બહાર હતા. જે હવે આવરી લેવાયા છે.
આ નિર્ણયથી ઓફ્લાઈન રિક્ષાના ભાડામાં કોઈ અસર નહીં થાય. એપ્સથી બુકિંગ સર્વિસને સરકાર પ્રીમિયમ કેટેગરી માને છે. આથી એપ આધારિત ઓટો બુકિંગને કરના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી લોકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે. સરળતા અને સુવિધા હેતુ લોકો એપ આધારિત કેબ સર્વિસનો લાભ લેતા હતા. જે હવે મોંઘુ થવાનું છે. ટેકસ લાગુ થતાં ભાવ વધારો થવાનો છે. ભીતિ એવી પણ સેવાય રહી છે કે, ઓફલાઈન રિક્ષા પણ ભાવ વધારો કરી શકે છે. આનાથી સ્થાનિક પરિવહન પણ મોંઘુ થશે. આ નિર્ણયની અસર બીજા જિલ્લાઓ પર થશે એ પણ નક્કી છે. જોકે, આ મામલે કોઇ સર્વિસ કંપનીઓ એ કોઈ પ્રકારની વાત કહી નથી. એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. એવામાં આ ટેકસ નવા વર્ષ પણ રાહત નહિ આપે.

