HomeGujaratમોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું, સૌરાષ્ટ્રમાં શ્રીનગર જેવો માહોલ

મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું, સૌરાષ્ટ્રમાં શ્રીનગર જેવો માહોલ

ગુજરાતમાં ગઈકાલ મોડી રાતથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. જેમાં એકાએક ધુમ્મસ જોવા મળ્યું હતું. મંગળવારે વહેલી સવારે એકાએક સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી મોરબી, રાજકોટ અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે વાહનોની લાઈટ ચાલું રાખવાની ફરજ પડી હતી.

સોમવારે જ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં પણ છાંટા પડે એવી શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે તા.29 ડીસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, વીજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર, વાંકાનેર, મોરબી, હળવદ, ચોટીલા તથા સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ રસ્તાઓ ભીના થઈ ગયા હતા. સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે.

મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો. ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ચણા અને જીરૂને માઠી અસર થવાની પૂરી શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આવનારા દિવસોમાં હજુ લઘુતમ તાપમાન ઓછુ થાય એવી શક્યતા છે. સાયક્લોનિક સરક્યુલેશન અસરને કારણે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વાદળ પણ ઘેરાશે. આ સાથે ટાઢોળું વાતાવરણ યથાવત રહેશે. જ્યારે પવનની ગતિમાં વધારો થશે. આ સાથે ઠંડી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીનગર જેવો માહોલ જોવા મળ્યો હતો. હજું પણ ઠંડી વધવાના એંઘાણ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW